કિર્ગિસ્તાનમાં ભણવા ગયેલા વિદેશી વિધાર્થીઓ પર સ્થાનિક વિધાર્થીઓના હુમલા, સુરતના 100 કરતા વધુ વિધાર્થીઓ ફસાયા

કિર્ગિસ્તાનમાં ભણવા ગયેલા વિદેશી વિધાર્થીઓ પર સ્થાનિક વિધાર્થીઓના હુમલા બાદ પરિસ્થિતિ વણસી છે. કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેમાં સુરતના 100 કરતા વધુ વિધાર્થીઓ ફસાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે મેડિકલ અભ્યાસ માટે ગયેલા વિધાર્થીઓન પરિવારજનોમાં ચિંતા વધી છે. અંદાજીત 100 જેટલા વિધાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાતા સુરતમાં રહેતા પરિવારજનોની ચિંતા વધી છે.

જો કે આ તમામ વિદ્યાર્થીઓને પરત લાવવા માટે વિદેશ મંત્રી જોડે પણ પરિવારના સભ્યો સંપર્ક કરી રહ્યા છે. ત્યારે સુરતની રિયા લાઠીયા પણ કિર્ગિસ્તાનમાં યુનીવર્સીટી ઓફ કસમાંમાં ફસાઈ છે. જેને લઈને રિયાની માતા શર્મિઠાબેન લાઠીયાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે ગઈકાલે સાંજે મારી દીકરી રીયા સાથે વાત થઇ હતી.

રિયાએ જણાવ્યું કે, ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે. ખાવાનું નથી મળતું અને લાઈટ નથી, પીવા પાણી પણ નથી. પરંતુ યુનિવર્સિટીના સર લોકો ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે, પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે.

મારી વડા પ્રધાન મોદીને વિનંતી કરીએ છે કે, મારી દીકરીને ઝડપથી સુરત લાવી દો, મારી રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા જોડે પણ વાત થઇ છે. રિયાએ પોતે પણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા જોડે પણ વાત કરી છે. રિયાએ સોશિયલ મીડિયા મારફતે માંગી મદદ રિયા લાઠીયા યુનિવર્સીટી ઓફ કસ્મામાં બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેણે સોશિયલ મીડિયા મારફતે ઓડિયો કલીપ જાહેર કરી સરકાર પાસે મદદ માંગી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *