Breaking: પાકિસ્તાનમાં ઉડી સુરત શહેરની આ અફવા, જાણવા માટે અહીં ક્લિક કરો

સુરત વિશેની ચોંકાવનારી ઘટના પાકિસ્તાનથી સામે આવી છે. જેમાં સુરત શહેરમાં બનેલી એક ઘટનાની અફવા ફેલાવવામાં આવી રહી છે. સુરતમાં ગત મંગળવારે ઇન્ડિયન ડિફેન્સ ના તેજસ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી હતી, જે બાદ તમામ સુરતીઓ આશ્ચર્ય ચકિત થયા હતા.

જો કે આ મુદ્દે ઇન્ડિયન ડિફેન્સનું કહેવું હતું કે, તેજસ માં પેટ્રોલ ઓછું જાણતા તેમજ કોઈ ટેકનિકલ ખામી જાણતા તેજસ એરક્રાફ્ટ ને નજીકના લેન્ડિંગ સ્ટેશન પર એટલે કે સુરત એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું.

જે બાદ આ મામલે પાકિસ્તાનના સોશિયલ મીડિયા યુઝરોએ ખોટી અફવા ફેલાવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુરતમાં ઇન્ડિયન ડિફેન્સનું તેજસ ક્રેશ થયું, તેમાં ટેક્નિકલ પ્રોબ્લેમથી તેજસનું સુરતમાં લેન્ડિંગ થયું હતું. આટલું જ નહિ મેસેજ સાથે એક ફોટો પણ વાયરલ થયો છે, તે ખોટો છે અને અફવામાં આવવું નહીં.

પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર વાઈરલ અફવાને નકારતા ઇન્ડિયન ડિફેન્સ સૂત્ર સુરતમાં તેજસ મામલે જે મેસેજ સાથે ફોટો વાયરલ થયો છે, તે બાંગ્લાદેશમાં ટ્રેનિંગ વખતે એરક્રાફ્ટ નદીમાં તૂટી પડ્યું તેનો છે અને એ ઘટનામાં એક પાયલટને ઇજા પહોંચી હતી. ઇન્ડિયન ડિફેન્સ દ્વારા આ સમાચારને ખોટા ગણાવવામાં આવ્યા છે. હકીકત તો એ છે કે તેજસ વિમાન માત્ર ટેકનિકલ ખામી અને પેટ્રોલને કારણે લેન્ડ કરવામાં આવ્યું હતું, અને બુધવાર સાંજ સુધી તે સુરતમાં રહ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *