🙏🏻 ઓમ શાંતિ 🙏🏻 દિગ્ગજ કેન્દ્રીય મંત્રીના માતાનું થયું નિધન, 70 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ

surties

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા રાજમાતા માધવી રાજે સિંધિયાનું નિધન થયું છે. 70 વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા​​​​​​​. લગ્ન પહેલા રાજમાતા માધવી રાજેનું નામ રાજકુમારી કિરણ રાજલક્ષ્મી દેવી હતું. રાજમાતા માધવી રાજે મૂળ નેપાળના હતા.

રાજમાતા માધવી રાજે છેલ્લા ત્રણ મહિનાથી નાદુરસ્ત તબિયતના કારણે તેમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બુધવારે સવારે 9.28 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ગુરુવારે સવારે 11 વાગ્યે ગ્વાલિયરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સીએમ ડો. મોહન યાદવ, પૂર્વ સીએમ કમલનાથ સહિત ઘણા નેતાઓએ માધવી રાજેના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

રાજમાતા માધવી રાજે નેપાળના રાજવી પરિવારનાં હતાં. તેમના દાદા જુડ શમશેર બહાદુર નેપાળના વડાપ્રધાન હતા. તેઓ રાણા વંશના વડા પણ હતા. તેમના લગ્ન 1966માં માધવરાવ સિંધિયા સાથે થયા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *