કંગનાને લાફો મારનારને પંજાબના બિઝનેસમેને 1 લાખ રુપીયાનું ઇનામ જાહેર કર્યું! જુઓ વિડીયો

A businessman from Punjab announced a reward of 1 lakh rupees to the one who laughed at Kangana! Watch the video

હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરની BJP સાંસદ કંગના રનૌત હાલ ચર્ચાનો વિષય બની છે. ચંદીગઢ એરપોર્ટ પર કંગના રણૌતને CISFની મહિલાકર્મી કુલવિંદર કૌરે લાફો માર્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

અમુક લોકો અભિનેત્રી સાથે જે થયું તેનાથી કેટલાક ગુસ્સે છે જ્યારે કેટલાક કુલવિંદરનું સમર્થન કરી રહ્યા છે. આ ઘટના બાદ કુલવિંદર કૌરને સસ્પેન્ડ કરવામાં આવી છે, પરંતુ એક એવી વ્યક્તિ છે જે કંગનાને લાફો મારવા બદલ તેને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવા માંગે છે.

ટ્વિટર પર વાઈરલ એક વીડિયોમાં પંજાબનો એક બિઝનેસમેન કુલવિંદરને 1 લાખ રૂપિયા આપવાની વાત કરી રહ્યો છે. ઝીરકપુરના બિઝનેસમેન શિવરાજ સિંહ બેન્સે જાહેરાત કરી છે કે તેઓ કંગનાને લાફો મારનાર CISF કોન્સ્ટેબલને રૂ. 1 લાખ ઇનામ આપશે.

કંગના રનૌતના ખેડૂત વિરોધી નિવેદનથી કુલવિંદર ગુસ્સામાં હતો. કંગનાએ ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હી ધરણા પર બેઠેલી મહિલાઓ વિશે કહ્યું હતું કે તેઓ સો-સો રૂપિયા લઈને બેઠી હતી, આ સાથે તેણે ખેડૂતોને ખાલિસ્તાની કહ્યા હતા. આથી આ બાબતના ગુસ્સાના કારણે મહિલાકર્મીએ લાફો માર્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *