VIDEO: ફરી એકવાર અંતરિક્ષમાં પહોંચી આ ભારતીય મહિલા, પહોંચતા જ કર્યો ડાન્સ, જુઓ વીડિયો

તમે અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ઘણા ડાન્સ વીડિયો જોયા હશે. જ્યાં લોકો વિવિધ પ્રકારના ડાન્સ કરતા જોવા મળ્યા હશે. પરંતુ શું તમે ક્યારેય કોઈને અવકાશમાં ડાન્સ કરતા જોયા છે? જ્યાં લોકો બરાબર ચાલી શકતા નથી. ત્યાંથી એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે ફરી એકવાર અવકાશની સફર કરી છે. જ્યાં તેમણે સ્પેસ સ્ટેશન પર પહોંચતાની સાથે જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું. સોશિયલ મીડિયા પર લોકો સુનીતા વિલિયમ્સના ડાન્સને પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે.

સુનિતા વિલિયમ્સે અવકાશમાં ડાન્સ કર્યો
ગુરુવાર, 6 જૂને, ભારતીય મૂળના અવકાશયાત્રીઓ સુનીતા વિલિયમ્સ અને બૂચ વિલમોર આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર પહોંચ્યા હતા. સુનીતા વિલિયમ્સે વર્ષ 2007 અને 2012માં અવકાશની યાત્રા કરી છે. આ તેમની ત્રીજી મુલાકાત છે. સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને અમેરિકાના ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કર્યાના 26 કલાક પછી બોઇંગ અવકાશયાન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ જવામાં આવ્યા હતા.

સુનીતા વિલિયમ્સે સ્પેસ સ્ટેશન પર પહોંચતાની સાથે જ ડાન્સ કરીને આ ઉજવણી કરી હતી. ડાન્સ કર્યા બાદ તેમણે અંતરિક્ષમાં હાજર અન્ય અવકાશયાત્રીઓને પણ ગળે લગાવ્યા. સ્ટેશન પર બેલ વગાડીને સુનિતા વિલિયમ્સ અને તેના સહ-યાત્રી બૂચ વિલ્મોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

એક સપ્તાહ સુધી અવકાશમાં રહેશે
તમને જણાવી દઈએ કે બોઈંગનું સ્ટારલાઈનર મિશન 5 જૂને લોન્ચ કરવામાં આવ્યું હતું. અવકાશયાત્રીઓ બૂચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સ બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં ઉડાન ભરનાર પ્રથમ અવકાશયાત્રી બન્યા છે. બંને અવકાશમાં રહેશે અને પૃથ્વી પર પાછા ફરતા પહેલા લગભગ સાત દિવસ સુધી એક્સપિડિશન 71 ક્રૂ સાથે મળીને કામ કરશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *