ચારધામ યાત્રા જતા પહેલા વિચારજો, ફસાયા આટલા ગુજરાતીઓ!

ભારતમાં સૌથી પવિત્ર મનાતી એવી ચારધામ યાત્રા શરૂ થઇ ગઇ છે. મહિનાઓ બાદ યાત્રા શરૂ થતા ભારે માત્રામાં
ભક્તોની ભીડ ઉમટી છે. એકસાથે ઘણા બધા યાત્રાળુઓ દર્શન કરવા પહોંચતા યાત્રાધામ યમુનોત્રી પર અવ્યવસ્થા સર્જાઇ છે. જો કે આ ચારધામ યાત્રામાં ગુજરાતીઓ પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે.

આ યાત્રામાં અવ્યવસ્થાના કારણે ગુજરાતીઓ ફસાયા છે. હાલ ચારધામ દર્શન કરવા પહોંચેલા યાત્રાળુઓ પૈકી 80 ટકા ગુજરાતી અને સૌરાષ્ટ્રના વતની છે. યમુનોત્રી જવાના રસ્તે ગુજરાતીઓ ફસાયા છે. યમનોત્રી જવાના રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી છે.

ફસાયેલા લોકો માટે કોઈ વ્યવસ્થા કરવામાં ન આવી
ચારધામ યાત્રા કરવા ગયેલા યાત્રાળુઓ કલાકો સુધી હાઇવે ઉપર જ ફસાઈ ગયા છે. જેમાં ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. ત્યારે અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા છે. આટલુ જ નહિ વાહન, હોટેલના ભાડા એકાએક વધુ હોવાની ફરિયાદ કરવામાં આવી રહી છે. ચારધામ યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ હેરાન પરેશાન થયા છે. તેમાં રાજકોટના યાત્રાળુઓને યમુનોત્રી અને ગંગોત્રીમાં ભારે પરેશાની છે. આ સાથે એકાએક ટ્રાફિક વધી જતા 25 કિલો મીટર સુધી લાંબી કતારો લાગી છે.

અવ્યવસ્થા વચ્ચે કલાકો સુધી ફસાયા યાત્રાળુઓ
ચારધામ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. તેવા સમયે યમુનોત્રીથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. યમુનોત્રી ધામ પાસે તંત્રની અવ્યવસ્થાના પરિણામે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર લોકોની ભીડ દેખાય છે. આ દ્રશ્યો બહુ જ ડરામણા છે. દૂર દૂર સુધી ગીયોગીય ઉભેલા માત્ર યાત્રાળુઓ જ દેખાય છે. ભીડ એટલી હદે વધી ગઈ છે કે પોલીસ તંત્ર પણ તેના પર કાબૂ મેળવી શકતુ નથી. પોલીસે પણ યાત્રાળુઓને અપીલ કરી છે કે, આજે દર્શન કરવા માટે આવનાર લોકો રોકાઈ જાય. જેથી અગાઉની ભીડ ઓછી થતા સ્થિતિમાં સુધારો કરી શકાય અને શાંતિથી દર્શન થઇ શકે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *