સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 12નું પરિણામ જાહેર કર્યું છે. 87.98 ટકા બાળકોએ CBSE 12માની પરીક્ષા પાસ કરી છે. આ વખતે પણ છોકરીઓની જીત થઈ છે. 12મા ધોરણના વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને તરત જ તેમના પરિણામો ચકાસી શકે છે.
છોકરીઓની પાસ થવાની ટકાવારી 91.52 છે. જ્યારે છોકરાઓની પાસ થવાની ટકાવારી 85.12 ટકા હતી. છોકરાઓ કરતાં 6.40 ટકા વધુ છોકરીઓ પાસ થઈ છે. ત્રિવેન્દ્રમ દેશભરમાં મોખરે છે. અહીં પાસ થવાની ટકાવારી 99.91 છે. દિલ્હી પશ્ચિમની પાસ ટકાવારી 95.64 ટકા રહી છે. દિલ્હી પૂર્વની ટકાવારી 94.51 ટકા હતી. ટોપરની જાહેરાત કરવામાં આવી નથી.
CBSE Class 12 results: 87.98% of students pass the board exams. Passing percentage increased by 0.65% since last year.
— ANI (@ANI) May 13, 2024
Girls outshine boys by over 6.40% points; over 91% girls passed the exam. pic.twitter.com/t6NxeglICN
જો તમે આ વર્ષે CBSE બોર્ડ 12માની પરીક્ષા આપી હતી, તો હવે તમે અહીં આપેલી સીધી લિંક પર ક્લિક કરીને તમારું પરિણામ ચકાસી શકો છો – CBSE 12મા ધોરણનું પરિણામ 2024 લિંક ચેક https://www.cbse.gov.in/