“કોંગ્રેસે પહેલા મારી સાથે ગદ્દારી કરી…” 22 દિવસથી ગુમ નિલેશ કુંભાણી આવ્યા મીડિયા સામે

સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જનાર છેલ્લા 22 દિવસથી ગુમ કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી હવે મીડિયા સમક્ષ હાજર થયા છે. તેમણે મીડિયા સમક્ષ આવીને અનેક વાતો પર ખુલાસો કર્યો છે. જો કે સુરતની બેઠક પર ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી એક જ વાર સામે આવ્યા છે અને તે પણ વીડિયો રૂપે સામે આવ્યા હતા. નિલેશ કુંભાણીએ કોંગ્રેસના જ નેતાઓ અને કાર્યકર્તાઓ વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા. સુરત લોકસભા ચૂંટણીમાં તેમનું ફોર્મ રદ્દ થયાની બબાલ વચ્ચે તેઓ અચાનક ગાયબ થઇ ગયા હતા.

હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે…
કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર 22 દિવસ બાદ મીડિયા સમક્ષ આવી પોતાની વાત રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે નિલેશ કુંભાણીને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. તેમણે કહ્યું કે કોઈ માઈનો લાલ પેદા નથી થયો મને મારી શકે અને કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અનેં મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસનો 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે.

તેમણે જણાવ્યું કે મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું. હું પિટિશન કરવા હાઇકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્ચું સાથે ચર્ચા કરીશું

કોંગ્રેસે 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી: નિલેશ કુંભાણી
નિલેશ કુંભાણીએ સામે આવી ખુલીને વાત કરી અને અનેક ખુલાસાઓ પણ કર્યા જેમાં તેમણે કહ્યું કે, મેં કોરોના કાળમાં કોંગ્રેસમાં સેવા કરી હતી. તેમણે વધુમાં જણાવતા કહ્યું કે જે લોકો કોંગ્રેસમાંથી રાજીનામું આપી આમ આદમી પાર્ટી જતા રહ્યાં હતા તેઓ અત્યારે વિરોધ કરી રહ્યાં છે. જે લોકો વિરોધ કરે છે તેઓને કામ કરવું નથી અને કરવા દેવું પણ નથી.

વધુમાં કહ્યું કે, કોંગ્રેસે પહેલા પણ 2017માં ટિકિટ આપ્યા પછી કાપી નાંખી હતી અને તે પણ છેલ્લી ઘણીએ કાપી હતી અને મારી સાથે ગદ્દારી કરી છે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસે મને સસ્પેન્ડ કર્યો છે જો, એ કહશે તો અમે કોંગ્રેસમાં રહેવા માટે તૈયાર છીએ અને કોંગ્રેસ નહીં સ્વીકારે તો કંઇક રસ્તો કરીશું,

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *