સોનાંના વધતા ભાવે ઘટાડી ખરીદી! અખાત્રીજના વેચાણ પર પડી અસર

Buy reduced in the rising price of gold! Akhatrij's sales are affected

ગઈ અખાત્રીજે સોનાનો ભાવ 60 હજાર હતો ત્યારે 100 કરોડનું વેચાણ હતું. જેની સામે આ વખતે ભાવ 75 હજાર થતાં સોનાના વેચાણમાં 30%નો ઘટાડો જોવા મળ્યો. એક વર્ષમાં ભાવમાં 10થી 12 હજારનો વધારો થતાં ખરીદી ઘટાડો જોવા મળ્યો. શુક્રવારે અખાત્રીજે શહેરમાં 70 કરોડનું સોનું વેચાયું હતું. 10 દિવસ પહેલાં 24 કેરેટનો ભાવ 78 હજાર હતો. જે હાલ 75 હજાર છે. 10 દિવસમાં 3 હજારનો ઘટાડો થતાં અખાત્રીજે ખરીદી વધી હતી. ગયા વર્ષે 168 કિલો સોનું વેચાયું હતું તો આ વખતે 95 કિલોનું વેચાણ થયું છે.

કારની ખરીદીમા વધારો

સોનાની સાથે સાથે અખાત્રીજના દિવસે કારનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. સુરતમાં 10 દિવસમાં જેટલી કારનું વેચાણ થાય છે તેટલી 800 કારનું વેચાણ અખાત્રીજના દિવસે થયું હતું. જે કારનું વેચાણ થયું છે તેમાંથી 65 ટકા (500થી વધુ) SUV સેગમેન્ટની કારનું વેચાણ થયું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *