ઇસરોએ કર્યો મોટો ખુલાસો, જાણો ચંદ્ર પર શું મળ્યું?

ઇસરોની એક રિપોર્ટ મુજબ ચંદ્ર પર હાલમાં બરફ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં ઇસરો દ્વારા નવો ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે ચંદ્ર પર બરફના 5 થી 8 ગણું વધુ પાણી છે. તેથી કહી શકાય કે ચંદ્ર પર માનવીય જીવન શક્ય થઇ શકે છે.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ એક મોટો ખુલાસો કર્યો છે. ઈસરોના જણાવ્યા અનુસાર, ચંદ્રની સપાટીની નીચે અપેક્ષા કરતા વધુ બરફ છે. બરફ ખોદીને બહાર કાઢી શકાય છે. તેનો ઉપયોગ ચંદ્ર પર કોલોની બનાવવા માટે થઈ શકે છે. આ અભ્યાસ ISROના સ્પેસ એપ્લિકેશન સેન્ટર, IIT કાનપુર, IIT-ISM ધનબાદ, યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયા અને જેટ પ્રોપલ્શન લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો છે. નવા અભ્યાસમાં આ માહિતી સામે આવી છે.

અભ્યાસ મુજબ, ચંદ્રની સપાટીથી લગભગ બે-ચાર મીટર નીચે એટલો બધો બરફ છે, જેની અપેક્ષા નહોતી. વૈજ્ઞાનિકોના મતે ચંદ્ર પર અગાઉની ગણતરી કરતાં પાંચથી આઠ ગણો વધુ બરફ છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બરફ ચંદ્રના બંને ધ્રુવો પર હાજર છે. તેથી, જમીન ખોદીને બરફ દૂર કરી શકાય છે. આનાથી મનુષ્ય ચંદ્ર પર લાંબા સમય સુધી રહી શકે છે. વિશ્વની ઘણી સ્પેસ એજન્સીઓને પણ ફાયદો થશે.

ઈસરોએ કહ્યું કે ઉત્તર ધ્રુવ પર દક્ષિણ ધ્રુવ કરતાં બમણાથી વધુ બરફ છે. ચંદ્ર પર બરફ ક્યાંથી આવ્યો? આ પ્રશ્નનો જવાબ આપતા ઈસરોએ કહ્યું કે આ ઈમ્બ્રિયન કાળની વાત છે. તે દરમિયાન ચંદ્રની રચના થઈ રહી હતી.

જ્વાળામુખીની પ્રવૃતિમાંથી મુક્ત થયેલો ગેસ ધીમે ધીમે લાખો વર્ષોમાં ચંદ્રની સપાટીની નીચે બરફના રૂપમાં એકઠો થાય છે. અમેરિકન લુનર રિકોનિસન્સ ઓર્બિટર અને ચંદ્રયાન-2 ઓર્બિટર પાસેથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *