ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત, જાણો હવામાન વિભાગે કેવી ભયંકર આગાહી કરી

હાલ ગુજરાતમાં (Gujarat) ગરમીથી થોડી રહાત છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હીટવેવની (Heat Wave) આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ (Record) તોડ્યા છે. જેમાંથી માત્ર એપ્રિલ મહિનામાં જ ગરમીનો પારો ખૂબ જ ઉંચો ગયો છે. એક બાજુ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 પણ થવા જઇ રહી છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે.

7 મેના રોજ ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે અને તાપમાનનો પારો પણ 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. મતદાનના દિવસે અમદાવાદમાં આ સિઝનનું હાઇએસ્ટ તાપમાન હશે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ત્રણ દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરી છે. જ્યારે અમદાવાદમાં આજે સવારથી જ તાપમાનનો પારો ટોચ પર છે. સવારે 9 વાગ્યે 29 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે 11 વાગ્યે વધીને 34 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એટલે કે, બે કલાકમાં જ 5 ડિગ્રી તાપમાન વધ્યું છે.

હવામાન વિભાગ અનુસાર 5 મેથી રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે. 7 મે ના રોજ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સુધી જઈ જશે છે. ત્રણ દિવસ બાદ અમદાવાદનું તાપમાન 41થી 43 ડિગ્રી સુધી જઈ જશે. ત્રણ દિવસ બાદ ફરી રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્રમાં હોટ અને હ્યુમિડ વાતાવરણ રહેવાની શક્યતા છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. 5 મેથી કચ્છ, પોરબંદર, ગીરસોમનાથ અને ભાવનગરમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અમદાવાદ અને આસપાસના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી, જેને લઈને ગઈકાલે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યનાં અન્ય સાત શહેરનું મહત્તમ તાપમાન પણ 40 ડિગ્રીને પાર પહોચ્યું હતું. જેમાં ગત રોજ સૌથી વધુ સુરેન્દ્રનગર શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *