સુરત બ્રેકીંગ: “નો ડ્રગ્સ ઇન સુરત સીટી”અભિયાન અંતર્ગત પોલીસને મળી વધુ એક સફળતા!

“નો ડ્રગ્સ ઇન સુરત સીટી “અભિયાન અંતર્ગત રાંદેર પોલીસને મળી વધુ એક સફળતા મળી છે. રાંદેર પોલીસે ત્રણ આરોપીઓ ની એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે કરી ધરપકડ પડ્યા છે. જીલાની બ્રિજ નજીકથી 34 ગ્રામ જેટલા MD ડ્રગ્સ ના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી. રાંદેર પોલિસીને આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 60 હજાર અને બે મોપેડ પણ મળી આવી, જે પોલીસે જપ્ત કરી લીધી છે.

એટલું જ નહિ આરોપીઓ છૂટકમાં એમડી ડ્રગસના જથ્થાનું વેચાણ કરતા હતા અને એક -એક ગ્રામ ની પડીકી બનાવી યુવાઓને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા. આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા, તેની ઊંડાણપૂર્વક ની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા લોકોને ડ્રગ્સ નું વેચાણ કરતા હતા. ત્રણ પૈકીના એક આરોપી પાસેથી યુથ કોંગ્રેસનું આઇડી કાર્ડ પણ મળી આવ્યું. આરોપી મોહમ્મદ જાવેદ નામના શખ્સ પાસેથી યુથ કોંગ્રેસન સભ્યનો ઓળખ કાર્ડ પણ મળી આવ્યો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવાનું કાર્ય ચાલુ કરી દીધું છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *