10 જૂન 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

10 June 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ.લ.ઈ) શુભ રંગ: લાલ
આજે આર્થિક સરળતા અનુભવાય, વાક્પટુતાથી ધાર્યું કાર્ય પાર પાડી શકશો તેમજ ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો હિતાવહ.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
કાર્યક્ષેત્રમાં કોઈ નવા નિર્ણયો લઈ શકાય, આર્થિક મોકળાશ દૂર થતી જણાય તથા પારિવારિક શાંતિ જળવાઈ રહેશે.

મિથુન (ક.છ.ઘ) શુભરંગઃ લીંબુ
ગૃહસ્થ જીવનમાં મધુરતા રહે, વિચારોને પોઝિટિવ રાખવા અને સાંજના સમયમાં મહત્ત્વના કાર્યોમાં સાનુકૂળતા જણાય.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
નવીન કાર્યરચના સંભવ, જટિલ વિવાદો નિવારાય તેમજ સાંજના સમયે સારા સમાચારની પ્રાપ્તિ સંભવ બને.

સિંહ (મ.ટ) શુભ રંગ: સોનેરી
જૂના રોકાણથી ફાયદો જણાય, બિનજરૂરી વિવાદોથી દૂર રહેવું હિતાવહ તથા મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ.

કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ: લાલ

મનોકામનાને સાકાર કરવાની તક મળે, કાર્યક્ષેત્રમાં સાથ
સહકાર મળી રહે અને બીજા પ્રત્યે આદરભાવ રાખવો.

તુલા (ર.ત) શુભ રંગ: લાલ
મનનાં મનોરથ ફળતાં જણાય, ખોટા અવિચારી ખર્ચ ટાળવા અને મોસાળમાંથી સારા સમાચારની પ્રાપ્તિ સંભવ બને.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
આર્થિક લાભ થવાની અપેક્ષા રહેશે, હતાશા-નિરાશા દૂર થાય તથા પરિવાર તરફથી સાનુકૂળતા જણાય.

દધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
ઉદાસીનતા દૂર થતી જણાય પરંતુ આવક કરતાં જાવકનું પ્રમાણ વધારે જણાય તથા કાર્યક્ષેત્રે બાંધેલી પાળથી મુશ્કેલી દૂર થતી જણાય.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
ધૈર્ય અને નમ્રતાથી કાર્ય કરવું, આર્થિક ભીંસનો સામનો કરવો પડે તેમજ કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી
ઊજળું એટલું દૂધ નહિ એ વિચારીને આગળ વધવું, સામાજિક સાનુકૂળતા જળવાઈ રહે તેમજ આર્થિક પ્રશ્નો ઉકેલાય.

મીન (દ.ચ.ઝ.થ) શુભરંગઃ લાલ
વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો, પ્રિય વ્યક્તિ સાથે અણબનાવથી દૂર રહેવું તથા આવકનું પ્રમાણ વધતું જણાય.

સુરત બ્રેકીંગ: “નો ડ્રગ્સ ઇન સુરત સીટી”અભિયાન અંતર્ગત પોલીસને મળી વધુ એક સફળતા!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *