9 જૂનનો દિવસ તમારી માટે ખૂબ જ ખાસ અને રોમાંચક રહેશે? જાણવા માટે આ પોસ્ટ જુઓ

કાલનો દિવસ એટલે કે 9 જૂન તમામ લોકો માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. કારણે કે એક જ દિવસમાં બે મોટી ઇવેન્ટ્સ થવા જઇ રહી છે. એક બાજુ નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે તો બીજી બાજુ તમામ ભારતીયોનું સૌથી મોટું આકર્ષણ ભારત-પાકિસ્તાનનો મેચ પણ કાલે જ થવા જઇ રહી છે. કહી શકાય કે આ રવિવાર માત્ર ભારતીયો માટે જ નહિ પરંતુ તમામ લોકો માટે રોમાંચક હશે.

7 વાગ્યે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે
પીએમ મોદી ત્રીજી વખત દેશની સત્તા સંભાળશે. 9 જૂને શપથ ગ્રહણ સમારોહ સાથે, તેઓ પંડિત નેહરુ પછી દેશના આવા બીજા પીએમ હશે. આ સમારોહમાં ભાગ લેવા માટે વિદેશમાંથી પણ ડેલિગેટ્સ આવી રહ્યા છે. તેમાં માલદીવ, શ્રીલંકા, બાંગ્લાદેશ સહિત ઘણા દેશોના ટોચના નેતાઓ ભાગ લેશે.

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી બાદ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએ સરકાર બનવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 9 જૂને સાંજે 07.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી પરિષદના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. પીએમ મોદી સતત ત્રીજી વખત ઐતિહાસિક શપથ લેવાના છે.

8 વાગ્યે ભારત-પાકિસ્તાનનો મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચને લઈને ચાહકોમાં એક અલગ જ સ્તરની ઉત્તેજના જોવા મળી રહી છે. T-20 વર્લ્ડ કપ 2024માં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે, જેની દરેક ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 9 જૂને ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે ખૂબ જ મહત્વપૂર્ણ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ પહેલા બંને કેપ્ટન 7.30 વાગ્યે ટોસ માટે મેદાનમાં આવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *