ગૃહમંત્રી અમિત શાહ રાજકોટમાં: અગ્નિકાંડને લઈને તમામ અધિકારીઓ પાસેથી મેળવશે માહિતી! જાણો સંપૂર્ણ વિગત

Home Minister Amit Shah in Rajkot: will get information from all officials regarding the fire! Know complete details

કેન્દ્રીય ગ્રહમંત્રી અમિત શાહ આજે રાજકોટ આવી રહ્યા છે. તેઓ સોમનાથ મહાદેવના દર્શને જતાં પહેલા રાજકોટમાં અગ્નિકાંડ મામલે તમામ અધિકારીઓ પાસેથી માહિતી મેળવશે. રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે કરશે અને રાજકોટ અગ્નિકાંડને લઈને એરપોર્ટ પર અધિકારી અને પદાધિકારી સાથે ચર્ચા કરશે.

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગની ઘટના બાદ રાજ્યના જિલ્લાઓમાં તંત્ર સફાળે જાગી ગયું છે. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે અને રાજકોટ અગ્નિકાંડની તપાસ અંગે SITની રચના કરીને તપાસ તેજ કરી દેવામાં આવી છે. આ મામલે કાર્યવાહી તેજ થઈ ગઈ છે અને અધિકારીઓ સામે પગલાં લેવાઈ રહ્યા છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે આ મામલે રાજકોટની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મહાદેવના દર્શન માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે સોમનાથ જતાં પહેલા તેઓ રાજકોટમાં ટૂંકું રોકાણ કરવાની માહિતી મળી છે.

મળતી માહિતી મુજબ, ગૃહમંત્રી અમિત શાહ રાજકોટના હીરાસર એરપોર્ટ પર થોડીવાર માટે રોકાવાના છે. રાજકોટ અગ્નિકાંડ મામલે તેઓ એરપોર્ટ પર અધિકારી અને પદાધિકારી સાથે ચર્ચા કરશે. સાથે જ આ મામલે વિગતો મેળવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ અગ્નિકાંડમાં થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરશે. માહિતી મુજબ, અમિત શાહ બપોરે 3 વાગે હીરાસર એરપોર્ટ પર ઉતરશે. અહીં થોડી વાર રોકાયા પછી તેઓ સોમનાથ જવા નીકળી જશે. અમિત શાહ સાથે તેમના પત્ની સોનલ શાહ પણ હશે.

જાણવાનું કે, રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં જે પણ કાર્યવાહી કરવામાં આવી છે એ અંગેની માહિતી અમિત શાહ મેળવશે. હાલ અગ્નિકાંડ મામલે ઝડપથી તપાસ ચાલી રહી છે, અધિકારીઓની ધરપકડ કરવામાં આવી રહી છે, ત્યારે મૃતકોના પરિવારજનો પણ આરોપીઓને સજા થવાની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવે અમિત શાહની રાજકોટની આ મુલાકાતને લઈને એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું રાજકોટ અગ્નિકાંડ અંગે કોઈ મોટી કાર્યવાહી થવાની છે?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *