Safety Class: સુરતમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કડક પગલા, વેકેશન પૂરું થાય તે પહેલા RTOનો આ આદેશ, જાણો શું છે?

રાજકોટની ઘટના બાદ સુરતમાં મનપા અને ફાયર વિભાગની ટીમ દ્વારા સીલિંગ કાર્યવાહી પૂરજોશે ચાલી રહી છે. ત્યારે કાસ કરીને વિદ્યાર્થીઓની સુરક્ષાને પગલે સ્કૂલોએ સેફ્ટીના ‘ક્લાસ’ શરૂ કર્યા છે. જૂનમાં ફરી સ્કૂલો શરૂ થવાની છે. તેથી શહેરની 1650 જેટલી ખાનગી તેમજ સરકારી સ્કૂલોમાં સેફ્ટી મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે. છે, જેમાં પહેલા દિવસે 530 સ્કૂલોમાં ટીમે કરેલી તપાસમાં 15 વર્ષ જૂની 70% સ્કૂલો પાસે બીયુ જ ન હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત આરટીઓએ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે કેટલાક નિયમો બહાર પાડ્યા છે. જે મુજબ સ્કૂલ વાનમાં 12 વર્ષથી મોટા 7 વિદ્યાર્થી અને 12 વર્ષની નાનાં 14 બાળકો જ બેસાડી શકાશે એવો આદેશ આપ્યો છે. મળતી માહિતી મુજબ 13 જૂને સ્કૂલો શરૂ થઈ રહી છે. જેથી વિદ્યાર્થીઓની સેફ્ટીને ધ્યાને રાખીને ડીઇઓની 106 ટીમના 212 સભ્યોએ પહેલા દિવસે 530 સ્કૂલોની તપાસ હાથ ધરી હતી, જેમાં 30% એટલે કે 159 સ્કૂલોમાં સેફ્ટી બાબતે ક્ષતિઓ મળી આવી હતી.

તો 70% સ્કૂલમાં બિલ્ડિંગ યૂઝ સર્ટિફિકેટ જ ન હતાં. આ ઉપરાંત 10% પાસે ફાયર NOC, 10%માં ચોમાસા પહેલાની સેફ્ટીના પ્લાનિંગનો અભાવ, 5%માં અનઅધિકૃત બાંધકામ અને 5%માં વાયરિંગ યોગ્ય હાલતમાં મળ્યા ન હતાં. તમામ સ્કૂલોમાં તપાસ પૂર્ણ થયા બાદ પાલિકાને વિગતવાર રિપોર્ટ સબમિટ કરાશે. આ સાથે જ વીર નર્મદ દક્ષિણ

ગુજરાત યુનિવર્સિટીએ પણ પરિપત્ર જારી કરીને તમામ કોલેજો પાસે ફાયર સેફ્ટીની વિગતો માંગી છે. કોલેજમાં જો ફાયરનાં સાધનોની અવધી પૂર્ણ થઈ ગઈ હોય તો સાધનો રિન્યૂ કરાવ્યાનું NOC આપવાનું રહેશે. યુનિવર્સિટીની તપાસમાં કોઈ પણ ક્ષતિ જણાશે તો કોલેજનું જોડાણ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે.

13 જૂન પહેલાં સ્કૂલ વાહનોની સેફ્ટી ચેક કરવા આચાર્યોને આદેશ

આરટીઓએ સ્કૂલોની રિક્ષા, વાન અને બસ માટે ખાસ આદેશ જાહેર કર્યા છે. 13 જૂન પહેલાં સ્કૂલ વાહનોની સેફ્ટી ચેક કરવા આચાર્યોને આદેશ કર્યો છે, જેમાં વાલીઓની મીટિંગ યોજી ટ્રાન્સપોર્ટ સર્વિસની સેફ્ટી માહિતી આપી જાગૃતિ લાવવાની રહેશે. વાહનોમાં નિય કરતા વધુ બાળકો હોય તો વાલીઓએ સ્કૂ, આરટીઓ કે પોલીસને જાણ કરવાની રહેશે. જો વધારે બાળકો હેશ તો સંપૂર્ણ જવાબદારી સ્કૂલના ટ્રસ્ટીની રહેશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *