33 લોકોમાં નવ બાળકોના મોત, ગુજરાતના મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ માટે મુલાકાત લીધી! જાણો સંપૂર્ણ બાબત

Nine children died among 33 people, Gujarat Chief Minister visited for site inspection! Know the full story

રાજકોટમાં શનિવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ લાગી હતી. જેમાં હાલ આશરે મૃત્યુ આંક 32 સામે આવ્યો છે. આ દર્દનાક ઘટનાને પગલે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના અનેક લોકોએ શોક વ્યક્ત કર્યો હતો. ત્યારે આજે વહેલી સવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લીધી. જ્યારે મુંખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત છે.

રાજકોટ શહેર 32 લોકોના મોતથી શોકગ્રસ્ત બન્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પહોંચી ગયા છે અને ઘટનાસ્થળની મુલાકાત કરી રહ્યા છે. તેમની સાથે અન્ય મંત્રીઓ પણ હાજર છે. મૃતદેહ ગંભીર રીતે સળગી જતા તેમની ઓળખ કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. હવે મૃતદેહોના DNA ટેસ્ટ કરીને ઓળખ કરવામાં આવશે ત્યાર બાદ જ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. માતા-પિતા અથવા ભાઈ-બહેનના સ્વજનોના સેમ્પલિંગ લેવાયા છે. હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે.

રાજકોટના નાના મવા રોડ ઉપર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગની ઘટના શનિવારે સાંજે બની હતી. ચારેક વર્ષથી ફાયર એન.ઓ.સી.સહિતની મંજુરી વગર ધમધમતો બે માળનો TRP ગેમ ઝોનમાં બેદરકારીના કારણે આગ લાગવા સાથે પલક જપતા જ વિશાળકાય ડોમ સળગી ઉઠતા 32 નિર્દોષ લોકો જીવતા સળગીને કોલસાની જેમ ભડથું થઈ ગયા હતા. રાજ્ય સરકારે ગેમ ઝોન આગની ઘટનાની તપાસ માટે SIT તપાસના આદેશ આપ્યા છે. આ માટે 5 અધિકારીઓની SIT ટીમ બનાવવામાં આવી છે. વરિષ્ઠ IPS અધિકારી સુભાષ ત્રિવેદીના નેતૃત્વમાં 5 અધિકારીઓની ટીમ કેસની SIT તપાસ કરશે.

TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી છે એની સાથે જ TRP ગેમ ઝોના મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ અગ્નિકાંડ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની અટકાયત કરી છે.

રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *