રાજકોટ બાદ દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, હાલત ગંભીર! જુઓ વિડીયો

After Rajkot, Delhi's children's hospital 'fire', critical condition! Watch the video

રાજકોટ ગેમ ઝોનમાં આગની દુર્ઘટનામાં બાળકો સહિત 33 લોકોના મોત બાદ હવે દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે એક દુ:ખદ અકસ્માત સર્જાયો. દિલ્લીના બેબી કેર સેન્ટરમાં ભીષણ આગને કારણે 7 બાળકોના મોત થયા. મોડી રાત્રે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા. જેમાંથી 7 બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલમાં 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

દિલ્હી ફાયર સર્વિસે જણાવ્યું કે, તેમણે ITI, બ્લોક બી, વિવેક વિહાર વિસ્તાર પાસેના બેબી કેર સેન્ટરમાં રાત્રે 11.32 કલાકે આગ લાગી હોવાની માહિતી મળી હતી. ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ઈમારતમાંથી 12 નવજાત બાળકોને બચાવી લેવામાં આવ્યા, જેમાંથી 7 બાળકોના હોસ્પિટલમાં મોત થયા હતા અને 5 હજુ પણ દાખલ છે. બેબી કેર સેન્ટરની બાજુમાં એક બિલ્ડિંગ હતું તે પણ આગની લપેટમાં આવી ગયું હતું પરંતુ સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

બેબી સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલેન્ડર હતા, જે આજ્ઞા લપેટમાં આવતા પફી નીકળ્યા, જે આગની જ્વાળા વધારવાનું મોટું કારણ છે. ફાયર બ્રિગેડની 16 ગાડીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *