26 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

26 May 2024 Horoscope: Find out how today will be for you!

મેષ: આયાત-નિકાસના કામમાં, દેશ-પરદેશના કામમાં સાનુકુળતા થતી જાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત થાય.

વૃષભ : વધુ પડતી દોડધામ-શ્રમના લીધે, કામના દબાણ-તણાવને લીધે થાક-કંટાળો અનુભવાય. વાહન ચલાવવામાં ધ્યાન રાખવું.

મિથુન : આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મહત્વના નિર્ણય લેવામાં આપને સરળતા જણાય.

કર્ક : સાસરીપક્ષના-મોસાળપક્ષના કામકાજ અંગે વ્યસ્તતા જણાય. ધીમે- ધીમે આપના કામનો ઉકેલ આવતો જાય. ખર્ચ જણાય.

સિંહ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે-ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી લાભ થાય.

કન્યા: આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ- રાહત જણાય. ધીરજ અને શાંતિથી દિવસ પસાર કરવો.

તુલા : આપના કામની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. અડોશ-પડોશના કામકાજ અંગે દોડધામ-વ્યસ્તતા રહે.

વૃશ્ચિક : કૌટુંબિક-પારિવારીક કામમાં આપને સાનુકુળતા જણાય. સામાજિક-વ્યવહારિક કામકાજ અંગે વ્યસ્તતા જણાય.

ધન: માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં કામમાં વ્યસ્ત રહી તેનો ઉકેલ લાવી શકો. મહત્વના કામનો ઉકેલ આવતા રાહત રહે.

મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ ન થવાથી દોડધામ- શ્રમ-ઉચાટ-ઉદ્વેગમાં વધારો જણાય. ખર્ચ રહે.

કુંભ : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા મળી રહેતા કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ થાય.

મીન : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવાનું અને મિત્રવર્ગનો સહકાર મળી રહે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *