કેદારનાથમાં હેલિકોપ્ટરની મિસ લેન્ડિંગનો વીડિયો થયો વાયરલ, જુઓ શું થયું હતું?

કેદારનાથના કપાય ખુલ્યા ત્યાર બાદથી ચારધામ પર એકસાથે લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી રહી છે. ત્યારે અવારનવાર થતી ઘટનાઓ સામે આવી રહી છે. 10 મે બાદથી 24 મે સુધી આશરે 9 લાખ લોકોએ કેદારનાથ ધામની મુલાકાત લીધી છે. તેમજ કેટલાક લોકો દર્શન કર્યા વગર પાછા ફર્યા તો કેટલાક ત્યાં જ ફસાયા, આટલું જ નહિ દર્શન માટે એકસાથે ઉમટેલી આટલી ભીડને કારણે આશરે 52 શ્રદ્ઘાળુઓના મોત થયા છે. તેમજ હવે વધુ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેદારનાથ ધામ પર હેલિકોપ્ટરની મિસ લેન્ડિંગ થવાથી મોટી દુર્ઘટના થતી ટળી છે.

કેદારનાથ દર્શન માટે જઈ રહેલા હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગથી મોટી દુર્ઘટના ટળી હતી. હેલિકોપ્ટરમાં સવાર તમિલનાડુના તમામ છ મુસાફરો સુરક્ષિત છે. સરકારે હેલી કંપનીની ફ્લાઈટ પર પ્રતિબંધ મુકતો રિપોર્ટ DGCAને મોકલી આપ્યો છે. હવે આ કંપનીની ફ્લાઇટ અંગેનો નિર્ણય DGCAની તપાસ બાદ જ લેવામાં આવશે.

શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યે ક્રિસ્ટલ કંપનીના હેલિકોપ્ટરે શેરસી હેલિપેડથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી. તેમાં તમિલનાડુના છ મુસાફરો હતા. કેદારનાથમાં લેન્ડ થવાનું હતું કે તરત જ તેના ટેલ રોટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે તે લેન્ડ થઈ શક્યું નહીં. હેલિકોપ્ટર વર્તુળોમાં ફરવા લાગ્યું.

મળતી માહિતી મુજબ પાયલોટ કલ્પેશે હેલિકોપ્ટર સીધું નીચેની તરફ ફેરવ્યું. ગોળ ફરતી વખતે હેલીપેડ પરથી હેલિકોપ્ટર નીચે આવ્યું. હેલિકોપ્ટરનો પાછળનો ભાગ હેલિપેડથી લગભગ 100 મીટર નીચે ઢોળાવવાળી જગ્યામાં ઘાસની માટી સાથે અથડાયો હતો. આ દરમિયાન પાયલોટે ઢાળવાળી જમીન પર હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *