કુદરતનો ખેલ: કાશ્મીરમાં બરફ પડી, બંગાળમાં ભારે વરસાદ, રાજસ્થાન-ગુજરાતમાં કાળઝાળ ગરમી, હવે શું બાકી?

દેશના જુદા જુદા ભાગોમાં હવામાન બદલાઈ રહ્યું છે. ક્યાંક આકરી ગરમી પડી રહી છે, ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક કરા પડી રહ્યા છે. કાળઝાળ ગરમીના કારણે ઘણા રાજ્યોની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના રિયાસી વિસ્તારમાં વરસાદ બાદ કરા પડ્યા હતા. કાળઝાળ ગરમીને જોતા હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને 25 મે સુધી બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 24 મે સુધી ગુજરાતમાં કાળઝાળ ગરમી રહ્યા બાદ 25 મે, એટલે કે આજે શનિવારથી ગરમીમાં રાહતનો અનુભવ થશે. એને પગલે અમદાવાદ શહેરમાં ગઈકાલે મોડીરાતથી જ તાપમાનનો ઘટાડો અનુભવાયો હતો. જ્યારે આજે વહેલી સવારે જ જે સમય છેલ્લા પાંચ દિવસથી મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ રહેતું હતું એને બદલે આજે સવારે 8 વાગ્યાથી જ સૂરજ દેવતાનો પ્રકોપ ઓછો વર્તાઈ રહ્યો છે

આ રાજ્યોમાં સૂર્યદાદા અગનભઠ્ઠી બન્યા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 મે, 2024 ના રોજ ગુજરાત,પંજાબ, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિવિધ ભાગો અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં ગરમીની લહેર આવવાની સંભાવના છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશ, પૂર્વ ઉત્તર પ્રદેશ, વિદર્ભ, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ સ્થળોએ હીટ વેવની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ
હવામાન વિભાગે આસામ અને મેઘાલયમાં 27 અને 28 મે, 2024ના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન 26 મે 2024ની સાંજે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પહોંચવાની સંભાવના છે, જેના કારણે ત્યાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. IMD એ 26 મેના રોજ બંગાળમાં ભારે વરસાદ (>204.4 mm) અને 27 મે, 2024 ના રોજ ભારે વરસાદ (115.5-204.4 mm) ની આગાહી કરી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *