પોલીસે યોજ્યો “ગુડ ટચ બેડ ટચ” અવેરનેસ કાર્યક્રમ! જાણો સંપૂર્ણ વિગત

Police Conducted "Good Touch Bad Touch" Awareness Program! Know complete details

સુરતમાં સ્લમ વિસ્તારોમાં બાળકીઓ સાથે છેડતી કે દુષ્કર્મના કિસ્સા બને છે.ત્યારે સુરત પોલીસે પાંડેસરાના વડોદ આવાસમાં આવી ગુનાહખોરીને ડામવા એક મોટો કાર્યક્રમ યોજ્યો હતો. પાંડેસરા વડોદ કોમ્યુનિટી હોલના ગ્રાઉન્ડમાં રહેતી મહિલાઓ અને બાળકોને “ગુડ ટચ બેડ ટચ”ની સમજ આપવામાં આવી હતી. આવા સ્લમ એરિયામાં જયારે માતાપિતા મજૂરીએ જાય છે, ત્યારે તેમના બાળકો ઘરે એકલા હોઈ છે. આ સંજોગોમાં તેમની સાથે આવા ગુનાઓ બનવાની સંભાવના વધી જાય છે. ત્યારે પોલીસે તેમની સાથે મહિલા સતામણી સેલ્ફ ડિફેન્સ સાથે તમામ પ્રકારના હેલ્પલાઈન નંબર આપ્યા હતા. DCP વિજયસિંહ ગુર્જર, પાંડેસરા PT NK કામળિયા, She Teamના ઇન્ચાર્જ P.R જાની અને સ્થાનિક કોર્પોરેટરો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *