આજે 8 રાજ્યોની 58 બેઠકો પર મતદાન: રાષ્ટ્રપતિ-ઉપપ્રમુખે મતદાન કર્યું, રાહુલ ગાંધી માતા સોનિયા સાથે કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આજે છઠ્ઠા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આઠ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ તબક્કામાં કુલ 11.13 કરોડથી વધુ મતદારો 889 ઉમેદવારો પર નિર્ણય લેશે.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 58 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 429 બેઠકો પર મતદાન થયું છે. છેલ્લી 56 બેઠકો પર 1 જૂને મતદાન થશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 11 વાગ્યા સુધી 25.76% મતદાન થયું હતું.

અરવિંદ કેજરીવાલે મત આપ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના પત્ની સુનીતા કેજરીવાલે મતદાન કેન્દ્ર પર #LokSabhaElections2024 ના છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યું.

મહેન્દ્ર સિંહ ધોની પોતાનો વોટ આપશે
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાનો વોટ આપવા માટે રાંચીના એક પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા.

રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે કર્યું મતદાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ માતા સોનિયા ગાંધી સાથે મતદાન કરી સેલ્ફી પોસ્ટ કરી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *