23 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

23 May 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ.લ.ઈ) શુભરંગઃ લાલ
આજે નકારાત્મક લાગણીને મનમાં પ્રવેશવા ના દેવી, ખોટી દલીલબાજી કરી સમય વેડફવો નહિ તથા નાણાભીડ દૂર થતી જણાય.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
કાર્યક્ષેત્રનો વિસ્તાર થતો જણાય, પોતાની આગવી વિશેષતાથી લોકોને મદદ કરવી અને સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન રાખવું હિતાવહ.

મિથુન (ક.છ.ઘ) શુભ રંગ: લીંબુ
પડતર સમસ્યાનો ઉકેલ જણાય, નકામી વાતોમાં સમય વધારે પસાર ના કરવો હિતાવહ અને આરોગ્ય સારું રહે.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
કાર્યક્ષેત્રમાં આપના કાર્યોની પ્રશંસા મળે, પારિવારિક નિર્ણયોમાં વિચારીને આગળ વધવું તથા આરોગ્ય સચવાઈ રહે.

સિંહ (મ.ટ) શુભ રંગ: સોનેરી
આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય, પરિશ્રમનો સ્વાદ ચાખવા
મળે તથા દિવસ ધીરજથી પસાર કરવો.

કન્યા (૫.ઠ.ણ) શુભ રંગ: લાલ
આર્થિક તંગી અને પારિવારિક ગૂંચવણને કારણે માનસિક કષ્ટ વધતું જણાય, પર્યટનનો લાભ મળે અને ધર્મકાર્ય સંભવ બને.

તુલા (ર.ત) શુભ રંગ: લાલ
પારિવારિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહે, વિલંબ બાદ ધાર્યું કામ પાર પડતું જણાય અને મતભેદ ટાળવા.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
સંપત્તિ લેવાની આશા પૂર્ણ થાય, દાંપત્યજીવનનાં પ્રશ્નોનું નિરાકરણ જણાય તેમજ માંગલિક પ્રસંગ આગળ વધે.

દધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
નાણાકીય બાબતોમાં શુભ સંયોગ જણાય, નવું સાહસ વિચારીને કરવું તથા પારિવારિક શાંતિ જળવાઈ રહે.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
વ્યક્તિગત સંબંધ મધુર ફળ આપે, કાર્યક્ષેત્રમાં લાભદાયક પગલાં લેવાય તથા આર્થિક બાબતોમાં ધીરજ રાખવી.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી
કાર્યક્ષેત્રમાં કોઈ પ્રશ્નના લીધે તલપાપડ થવાય, કાર્યક્ષેત્રમાં આશા ફળતી જણાય તથા પ્રવાસનું આયોજન સંભવ.

મીન (દ.ચ.ઝ.થ) શુભ રંગ: લાલ
મનગમતાં કામ પૂર્ણ થાય, કાર્યક્ષેત્રની જવાબદારીમાં વધારો થાય અને ગેરસમજ-મનદુ:ખ ટાળવા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *