કેટરીના કૈફ બેબી બમ્પ સાથેનો વીડિયો વાયરલ, આ મહિનામાં થશે બાળકનો જન્મ!

Video with Katrina Kaif's baby bump goes viral, baby will be born this month!

આ વર્ષે અનેક સેલેબ્સના ઘરે પારણું બંધાયું છે. શરૂઆતમાં અનુષ્કા શર્માએ પુત્ર અકાયને જન્મ આપ્યો. બીજી તરફ દીપીકા પાદુકોણ અને રણવીર સિંહે તેના ફેન્સ સાથે ગુડ ન્યૂઝ શેર કરી. હવે કેટરીના કૈફ પ્રેગનન્ટ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર ત્યારે આગની જેમ ફેલાયા જ્યારે સોશિયલ મીડિયા પર કેટરીનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ વિદેશના રસ્તા પર વિકી સાથે વોક કરતી નજર આવી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસનો બેબી બમ્પ પણ સ્પષ્ટ નજર આવી રહ્યો છે. હવે તેમના બાળકના ડિલીવરી અંગે એક અપડેટ સામે આવ્યું છે.

મંગળવારે ઈન્ટરનેટ પર એક્ટ્રેસ કેટરીના કૈફ અને વિકી કૌશલનો લંડનના રસ્તા પર ફરતો એક નવો વીડિયો સામે આવ્યો છે. ઓનલાઈન વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તે અંગે અનેક ટિપ્પણીઓ આવી રહી છે. મળેલી માહિતી પ્રમાણે જો બધુ બરાબર રહેશે તો કેટરિના અને વિકી યુકેમાં તેમના પ્રથમ બાળકનું વેલકમ કરશે. આ દિવસોમાં તેનો પતિ વિકી પણ તેની સાથે છે. જે તેનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *