21 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

20 May 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ.લ.ઈ) શુભરંગ: લાલ
આજે મંગળવારના દિવસે સંવેદનશીલ નિર્ણય વિચારીને લેવો હિતાવહ, કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ સંભવ સાથે જ પારિવારિક કલેશ ટાળવો.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
આપના પ્રયત્નનાં મધુર ફળ ચાખી શકાય, કાર્યક્ષેત્રમાં ધારેલી સફળતા મળે અને મિત્રવર્તુળથી લાભ સંભવ.

મિથુન (ક.છ.ઘ) શુભરંગ: લીંબુ
સામાજિક બાબતોમાં મન મોટું રાખવું, કાર્યક્ષેત્રમાં ફોકસ રાખવું તેમજ જમીનની લે-વેચમાં ધ્યાન રાખવું.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
આપની મહેનતનું પૂરું ફળ જોવા મળે, કળથી કામ લેવુ પરંતુ વાણી-વર્તનમાં મર્યાદા જાળવવી હિતાવહ.

સિંહ (મ.ટ) શુભ રંગ: સોનેરી
મહત્ત્વના કાર્યમાં પારિવારિક સહકારથી ગણેશ મંડાય, નવસર્જનના વિચાર આવે અને માનસિક શાંતિ અનુભવાય.

કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ: લાલ
તમારી વાક્પટુતાથી ધાર્યું કાર્ય પાર પાડી શકો, આર્થિક ક્ષેત્રે વિચારીને પગલું ભરવું સાથે જ ધર્મકાર્યનો લહાવો મળે.

તુલા (ર.ત) શુભરંગ: લાલ
આપના પડતર કાર્ય આગળ વધે, આર્થિક લાભ જણાય પરંતુ તમારી નાની ભૂલ તમને નુકસાન કરાવી શકે.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
પારિવારિક વાતાવરણ ઉલ્લાસમય બની રહે, આર્થિક મોકળાસ દૂર થાય તેમજ આપના કાર્યોની પ્રશંસા થાય.

ધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
કૌટુંબિક સમસ્યા દૂર થતી જણાય, વિશ્વાસઘાતથી બચવું હિતાવહ તેમજ પર્યટન બાબતે ખર્ચમાં વધારો જણાય.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
કાર્યક્ષેત્રમાં આશા ફળતી જણાય, કોઈ નિર્ણય તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે તથા સ્વાસ્થ્ય સચવાય.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી
સામાજિક પ્રશ્નોના કારણે મનમાં બેચેની જણાય, આર્થિક ક્ષેત્રમાં નવી તક જણાય તેમજ મુસાફરી ટાળવી હિતાવહ.

મીન (દ.ચ.ઝ.થ) શુભરંગ: લાલ
સાહસ અને પરાક્રમ વિચારીને કરવું, આર્થિક નવી તક જણાય તેમજ ભાગીદારીના કાર્યોમાં લાભ જણાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *