ગુજરાતમાં ગરમીનો કહેર: વીજ માગમાં વૃદ્ધિ થઈ, પાંચ વર્ષે પહેલીવાર 24 હજાર મેગાવૉટને વટાવી ગઈ

ગુજરાતમાં તાપમાનમાં સતત વધારાને કારણે ઉનાળાની ગરમી વધી રહી છે. તાપમાન 45 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. દરમિયાન, હવામાન વિભાગે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદમાં ગરમીનો પારો આજે 44.5 ડિગ્રીને પાર જતાં ટોરેન્ટ પાવરની વીજળીની ડિમાન્ડ વિક્રમી ઊંચાઈને આંબી ગઈ છે. ટોરન્ટેની વીજળીની ડિમાન્ડ આજે વિક્રસ સર્જક 2043 મેગાવોટને આંબી ગઈ હતી. છેલ્લા ચાર દિવસમાં વીજળીની ડિમાનડ્માં 13 ટકાનો સૌથી ઊંચો વધારો જોવા મળ્યો છે. 16મી મેએ ટોરેન્ટ પાવરની વીજળીની ડિમાન્ડ 1815 મેગાવોટ હતી તે આજે વધીને 2053 મેગાવોટને વળોટી ગઈ છે. 

એક તરફ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીજ વિતરણ કંપનીઓની છેલ્લા પાંચ વર્ષના મે મહિનાની વીજળીની ડિમાન્ડની તુલનાએ આ વરસે મે મહિનાની વીજળીની ડિમાન્ડમાં પહેલીવાર વધારો થયો છે. જ્યારે બીજી તરફ મે મહિનાની વીજળીની ડિમાન્ડના છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ જોવામાં આવે તો તેમાં 11 ટકાનો વધારો થયો છે.

ગરમીના કારણે આ મહિનામાં વીજળીની ડિમાન્ડ વધી 

ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે મે મહિનાની 16મીથી ગરમીમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી ગુજરાતની વીજળીની ડિમાન્ડ વધી રહી છે. 2023ના વીજળીની ડિમાન્ડ જોતા આ વરસે ડિમાન્ડ ખાસ્સી ઉપર ગઈ છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમની વીજ કંપનીઓની 15મી મેએ વીજ ડિમાન્ડ 21,976  મેગાવોટ, 16મી મેએ 22,202 મેગાવોટ, 17મી મેએ 23,520 મેગાવોટ, 18મી મેએ 24,188 મેગાવોડ અને 19મી મેએ 22,431 મેગાવોટ વીજળીની ડિમાન્ડ ઊભી થઈ હતી.

અગાઉ 2016ના મે માસમાં ગરમીનો પારો 48 ડિગ્રીને વળોટી ગયો હતો. 29મી માર્ચ 2024ના દિવસે વીજળીની ડિમાન્ડ 21,843 મેગાવોટ થઈ ગઈ હતી. 16મી મેએ ગરમીનો પારે વધી જતાં વીજળીની ડિમાન્ડ 49.81 કરોડ યુનિટથી આગળ નીકળી ગઈ હતી.

ગરમીનો પારો ઊંચો જતાં દરેક શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વીજળીની ડિમાન્ડ વધી ગઈ છે. તેમજ 29મી માર્ચ 2024ના દિને 21,843 મેગાવોટ વીજળીની ડિમાન્ડ થઈ હતી. 14 મેએ 42.4 ડિગ્રી તાપમાન વચ્ચે માવઠું પડ્યા પછી ગરમીમાં એકાએક ખાસ્સો વધારો થઈ ગયો છે.  પાંચ વર્ષમાં પહેલીવાર મે મહિનામાં 24,460 મેગાવોડને વળોટી ગઈ છે.

ભયંકર ગરમી પડતાં લોકની અવરજવર ઘટી 

જીયુવીએનએલના સૂત્રોએ આપેલી માહિતી મુજબ અગાઉ 19મી એપ્રિલ 2024માં ગરમી વધી જતાં વીજળીને ડિમાન્ડ વધીને 23,916 મેગાવોટ થઈ ગઈ હતી. તે અગાઉ માર્ચ 2024 ગરમીને કારણે વીઝળીની ડિમાન્ડ વધીને 21,843 મેગાવોટ વીજળીની ડિમાન્ડ હતી. આજે ભયંકર ગરમી પડતાં બપોરે રસ્તા પર વાહનોની સંખ્યા મર્યાદિત થઈ ગઈ હતી. તેમ જ લોકની અવરજવર પણ ઘટી ગઈ હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *