ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ? નવસારી જિલ્લામાં કરોડો રૂપિયાનો દારૂ નાશ કરાયો, જુઓ વીડિયો

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ નામ માત્ર માટે હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે અવાર-નવાર રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી લાખો કરોડો રૂપિયાના દારૂ ઝડપાયો હોવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા ઘણી વાર આવી રીતે ગેરકાયદેસર દારૂની હેરાફારી કરતા બુટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવતા દારૂને નાશ કરવામાં આવે છે.

નવસારી જિલ્લામાં કરોડો રૂપિયાનો દારુ નાશ કરાયો
સુરતમાં ઘણીવાર ગેરકાયદેસર દારૂની હેરાફારી કરતા બુટલેગરોને પોલીસે પકડી પાડ્યા છે. તેમજ આ જપ્તા કરાયેલા દારૂને નાશ કરવામાં આવે છે. તેવી જ રીતે નવસારી જિલ્લામાં હવે કરોડો રૂપિયાનો દારૂ નાશ કરાયો છે. નવસારી જિલ્લાના ચાર પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

2,27,40,305 રૂપિયાના દારૂનો કરાયો નાશ
નવસારીમાં નવસારી ટાઉન, નવસારી રૂરલ, મરોલી અને વિજલપોર પોલીસ મથક વિસ્તારમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો છે. આ તમામ મથકો પરથી પોલીસ દ્વારા કુલ 1,64,247 જેટલી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ 1,64,247 જેટલી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો છે. જો કે 2,27,40,305 રૂપિયાનો દારૂ નાશ કરાયો છે.

પોલીસ દ્વારા આ તમામ દારૂ નાશ કરાવામાં આવ્યો છે. જેમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી સહિત પ્રાંત અધિકારીની હાજરીમાં રૂની બોટલો પર બુલડોઝર ફેરવી સમગ્ર દારૂનો નાશ કરવામાં આવ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *