સુરતનું ગૌરવ: પહેલીવાર સુરતના ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર અને હરમીત દેસાઈ ઓલિમ્પિકમાં રમશે

સુરતના ઇતિહાસની પહેલી ઘટના છે. જેમાં પહેલીવાર સુરતના ટેબલ ટેનિસ ખેલાડીઓ ઓલમ્પિકમાં રમશે. સુરતના માનવ ઠક્કર અને હરમીત દેસાઇ પેરિસ ઓલમ્પિક માટે ભારતીય ટીમમાં બંને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જે ખુબ જ ગર્વની વાત છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયા (TTFI) ની વરિષ્ઠ પસંદગી સમિતિએ ગુરુવારે ઓલિમ્પિક ધોરણો અનુસાર છ સભ્યોની ટીમ (દરેક શ્રેણીમાં ત્રણ) પસંદ કરી હતી. આ ઉપરાંત સિંગલ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેનાર ખેલાડીઓની પણ પસંદગી કરવામાં આવી હતી.

પાલમાં રહેતા માનવ ઠક્કર અને વેસુમાં રહેતા હરમીત દેસાઇનું ઓલમ્પિકમાં સિલેક્શન થયું છે. સુરતને ગૌરવ અપાવનારા આ બંને યુવકોએ 6 વર્ષની ઉંમરે જ ટેબલ ટેનિસ રમાવનું શરૂ કરી દીધું હતું. પહેલેથી જ બંનેના લક્ષ્ય પણ સરખા હતા. ઓલિમ્પિક સિલેક્ટ થવા સુધીની તેમની સફરમાં પરિવાર અને કોચનું પણ એટલું જ મહત્વનું પ્રદાન છે. બંનેના માતા-પિતા અને કોચે શરૂઆતથી ઓલિમ્પિકમાં સિલેક્શન સુધીની વર્ણન કર્યું હતું.

જો કે માનવના પિતા તેને શરુઆતમાં કોચ પાસે લઇ ગયા હતા ત્યારે કોચે કહ્યું હતું કે આની હાઇટ ઓછી છે છતાં પ્રક્ટિસ શરૂ કરાવી અને એક વર્ષમાં જ કહી દીધું હતુંકે માનવ ઇન્ડિયા માટે રમશે. હરમીતે પણ ઓલિમ્પિકમાં જવા માટે મિત્રો બનાવ્યા ન હતા. તેમજ જ્યારે જ્યારે મેચ રમવા જાય તે પહેલા સોશિયલ મીડિયા છોડી દે છે.

શરથ, હરમીત દેસાઈ અને માનવ ઠક્કરને ત્રણ સભ્યોની પુરૂષ ટીમમાં સ્થાન મળશે, જ્યારે મનિકા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ મહિલા વર્ગમાં ટીમના સભ્યો હશે. દરેક કેટેગરીમાં વૈકલ્પિક ખેલાડીઓ જી સાથિયાન અને આહિકા મુખર્જી હશે. શરત અને હરમીત પુરૂષ સિંગલ્સમાં સ્પર્ધા કરશે જ્યારે મનિકા અને શ્રીજા મહિલા સિંગલ્સમાં પડકાર આપશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *