17 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

17 May 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ.લ.ઈ) શુભ રંગ: લાલ
આજે વૈશાખ સુદ નોમના દિવસે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાય, પારિવારિક માધુર્યતા જળવાઈ રહે સાથે જ કાર્યક્ષેત્રમાં નવા કરાર સંભવ બને.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
રોકાયેલું કાર્ય કોઈની મદદથી પૂરું થતું જણાય, આવકનું પ્રમાણ વધતું જણાય અને પારિવારિક વિવાદ ટાળવો.

મિથુન (ક.છ.ઘ) શુભરંગ: લીંબુ
અગત્યની કામગીરી આગળ વધતી જણાય, આર્થિક ક્ષેત્રે વિચારીને પગલું ભરવું તેમજ વાદ-વિવાદ સમાપ્ત થાય.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
આપની આર્થિક મૂંઝવણ દૂર થાય, વ્યક્તિગત સંબંધમાં સાચવીને ચાલવું તથા કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય.

સિંહ (મ.ટ) શુભ રંગ: સોનેરી
પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ મળે, દિવસની શરૂઆત કોઈ સારા સમાચારથી સંભવ બને અને આરોગ્ય સાચવવું.

કન્યા (૫.ઠ.ણ) શુભ રંગ: લાલ
ગૃહજીવનની બાબતો વધુ ગૂંચવાતી જણાય, વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરવો, વેપાર-ધંધામાં પ્રગતિ જણાય.

તુલા (ર.ત) શુભ રંગ: લાલ
પારિવારિક સ્નેહ અને તેમની મદદથી કાર્ય અંગે સાનુકૂળતા જણાય, ઉચ્ચ અભ્યાસના પ્રયત્નમાં સફળતા મળે, માનસિક શાંતિ અનુભવાય.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
બીજાને કરેલી સહાય તમારા માટે લાભદાયક રહે, દાંપત્ય જીવનનું મધુર ફળ ચાખવા મળે અને સ્વાસ્થ્ય સચવાય.

દધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
વિલંબમાં પડેલું કાર્ય આગળ વધે, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ, કાર્યક્ષેત્રમાં નવા પરિવર્તન સંભવ.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
એકાએક આવી પડેલા પ્રશ્નોને કુશાગ્રતાથી ઉકેલવા પડે, મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ અને વિવાદથી અંતર જાળવવું.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી
મહત્ત્વના કાર્યમાં સામાન્ય નડતર આવતું જણાય, અશાંતિનાં વાદળ વિખરાતા જણાય અને દિવસ ધીરજપૂર્વક પસાર કરવો.

મીન (દ.ચ.ઝ.થ) શુભરંગઃ લાલ
કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સુધરતી જણાય, આર્થિક બાબતોમાં સાચવવું સાથે જ કૌટુંબિક શાંતિ જળવાઈ રહે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *