હિન્દુવાદી નેતાઓને મારવાના કાવતરાનો મામલો: પાકિસ્તાની ડોગર સાથે કનેક્શન આવ્યું બહાર

પાકિસ્તાન સાથે કનેક્શન રાખી હિન્દુ નેતાઓને મારી નાખવાના કાવતરાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજના કઠોર ગામમાં રહેતા મૌલાનની ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ હવે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. મૌલવી અને બીના સ્લીપર સેલ દ્વારા લોકોને ધમકી આપવામાં આવી હતી. નેપાળની બોડર પર મુઝફ્ફરપુરથી મોહંમદ અલીની ધરપકડ કરવામાં આવી હતી. તેના મોબાઈલમાંથી ડોગરનો ફોટો છે.

મળતી માહિતી મુજબ અલી 17 વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ ધમકી આપતો હતો. 42 ઈમેલ આઈડીનો ઉપયોગ કરતો હતો. સકીલ ઉર્ફે રઝાએ પકડાતાની સાથે જ પોતાનો મોબાઈલ તોડી નાખવામાં આવ્યો હતો. રઝા પાકિસ્તાની નંબરનો ઉપયોગ કરતો હતો. રઝા સરફરાઝ, સાદિક અને જશબાબા નામના હેન્ડલર સાથે સમલાર્કમાં હતો. આ ઈસમોએ હિન્દૂ મંદિરે જતી યુટ્યુબર શભનમ શેખને ધમકી આપી હતી. તેની પાસે 2 ઇલેક્શન કાર્ડ રિકવર કર્યા. તેમજ જન્મ ના બે પ્રમાણ પત્ર પણ મળી આવ્યા. સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો પર કોમેન્ટ કરતા લોકોને આઇડેન્ટિફાઈ કરતા અને ત્યારબાદ વ્યક્તિનો સંપર્ક કરી પોતાની સાથે જોડતા હતા.

આ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી
અગાઉ કઠોરના મૌલવી મહંમદ અબુ બકર ટીમોલની ધરપકડ કરવામાં આવી હતી. મૌલવીના 11 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. આ ગુનામાં સંડોવાયેલા નેપાળના અન્ય એક આરોપી મોહંમદ અલી મોહંમદ સાબિરની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ એક રઝા નામના આરોપીને મહારાષ્ટ્રથી દબોચી લેવામાં આવ્યો હતો.

હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્ર માં ઝડપાયેલા મૌલવી ની ધરપકડનો મામલો
આગાઉ સુરત ક્રાઈમ બ્રાન્ચે નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુજફરપુરથી વધુ એક આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી ઉર્ફે મોહમ્મદ સાબીરની કરી હતી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી મોહમ્મદ અલી મોહમ્મદ સાબીરને સુરત કોર્ટમાં રજૂ કરાયો હતો. ક્રાઈમ બ્રાન્ચ આરોપીના પૂછપરછ માટે 14 દિવસના રિમાન્ડની માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ નામદાર કોર્ટ દ્વારા વખત 13 દિવસ નાજ રિમાન્ડ આપવામાં આવ્યા છે. આરોપીની ધરપકડ બાદ દિલ્હી ફ્લાઇટથી સુરત લવાયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *