ચોમાસાને લઇ સુરત પોલીસની નવી કવાયત! ડ્રોનની મદદતથી વિડીયોગ્રાફી કરી સર્વે!

Surat police new exercise for monsoon! Survey by videography with the help of drone!

સુરત શહેરને ડાયમંડ સીટી સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખાઈ છે અને શહેરમાં સવાસો જેટલા નાના મોટા બ્રિજ છે. આ બ્રિજની સમય મરામત થાય તે માટે સર્વેની કામગીરી કરવામાં આવે છે. જોકે, હવે સુરત પાલિકા બ્રિજના સર્વેમાં વધુ આધુનિકતાનો ઉપયોગ કરી રહી છે. હવે સુરત પાલિકા શહેરના બ્રિજની સ્થિતિ જાણવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી રહી છે. આ સર્વે બાદ જો બ્રિજનું સમારકામની જરૂર હશે તો તે ત્વરિત હાથ ધરવામાં આવશે.

124 જેટલા નાના મોટા બ્રિજ હવે સુરત શહેર બ્રિજ સિટી તરીકે પણ ઓળખાઈ રહ્યું છે. મોરબીમાં બ્રિજ દુર્ઘટના બની હતી ત્યારબાદ સુરત પાલિકાએ જુના બ્રિજના સર્વેની કામગીરી હાથ ધરી હતી. ત્યારબાદ હવે સુરત પાલિકાએ બ્રિજના સર્વે માટે ડ્રોનનો ઉપયોગ શરુ કર્યો છે.


સુરત પાલિકા દ્વારા ડ્રોનનો ઉપયોગ કરીને વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. આ કામગીરી ચોમાસા પહેલા પુરી થાય તે માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ સર્વેમાં જો કોઈ બ્રિજમાં મરામતની જરૂર પડે તો પાલિકા ત્વરિત રીપેરીંની કામગીરી શરૂ કરશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *