જાણો સાચી હકીકત : વાયરલ વડાપાઉં ગર્લની બિગ બોસ ઓટીટી 3 માં થશે એન્ટ્રી ?

Surties

OTT બિગ બોસની ચર્ચા શરૂ થતા જ કન્ટેસ્ટન્ટ્સના નામની ચર્ચા શરૂ થઈ જાય છે. ગયા વર્ષે ફક્ત એક્ટર્સ જ નહીં પરંતુ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પણ શોમાં શામેલ થવાનો મોકો મળ્યો હતો.

રિપોર્ટ અનુસાર વડાપાવ ગર્લ જિયો સિનેમાના Bigg Boss OTT 3માં શામેલ થઈ શકે છે કારણકે મહારાષ્ટ્રના વડાપાવ હાલ દિલ્હીમાં ધૂમ મચાવી રહ્યા છે અને તેના પાછળનું કારણ છે દિલ્હીની વડાપાવ ગર્લ ચંદ્રિકા ગેરા દીક્ષિત.

જાણો શું છે હકીકત
ચંદ્રિકાની તરફથી કહેવામાં આવ્યું હતું કે હાલ તે પોતાના બિઝનેસમાં વ્યસ્ત છે. તેમને અત્યાર સુધી બિગ બોસની તરફથી કોઈ સંપર્ક નથી કરવામાં આવ્યો. પરંતુ જો તેમને આ શો ઓફર થાય તો તે આ વિશે વિચારી શકે છે.

તો બિગ બોસ સાથે જોડાયેલા સૂત્રોની જાણકારી અનુસાર મેકર્સ ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ અમુક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સને પોતાના શોમાં શામેલ કરવા માટે ઉત્સુક છે. પરંતુ વડાપાવ ગર્લ હાલ તેમની પ્રાયોરિટી લિસ્ટનો ભાગ નથી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *