15 મે 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

Let's solve the important question today, bright enough milk Otherwise, it is imperative to walk with that in mind and spend the day in good deeds.

મેષ (અ.લ.ઈ) શુભરંગઃ લાલ
આજે મહત્ત્વના પ્રશ્નનો ઉકેલ આવે, ઉજળું એટલું દૂધ
નહિ તે ધ્યાનમાં રાખી ચાલવું તેમ જ સત્કાર્યમાં દિવસ પસાર કરવો હિતાવહ.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
નાણાકીય ખર્ચ-વ્યયમાં સાવધાની રાખવી, વાણી પર કાબૂ રાખવો અને કોઈ નવી તકનું નિર્માણ થતું જણાય.

મિથુન (ક.છ.ઘ) શુભ રંગ: લીંબુ
દાંપત્યજીવનમાં મધુરતા જણાય, મિલકત અંગેના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય તથા નાની ઈજાથી સાચવવું.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
વિવાદનો અંત આવે, મહત્ત્વના કાર્યને વેગ મળે તથા દાંપત્યજીવનમાં
ઉમંગ અને ઉલ્લાસની અનુભૂતિ સંભવ.

સિંહ (મ.ટ) શુભરંગ: સોનેરી
નાણાકીય પ્રશ્નોનાં ગૂંચવાડા દૂર થતા જણાય, આપની મહેનત રંગ લાવતી જણાય અને થોડો સમય ધ્યાન- યોગમાં પસાર કરવો.

કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ: લાલ
નાણાકીય પરેશાની દૂર થાય, યોગ્ય આયોજન આપને સફળતા અપાવે તથા સામાજિક ક્ષેત્ર વિકસિત થાય.

તુલા (ર.ત) શુભ રંગ: લાલ
પારિવારિક ચિંતાનો હલ મળતો જણાય, પ્રવાસનું મધુર ફળ ચાખવા મળે તેમ જ નાની ઈજાથી સાચવવું.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
સામાજિક સમસ્યા દૂર થાય, આર્થિક પરિસ્થિતિ વધારે મજબૂત થાય અને મહત્ત્વના કાર્યમાં ધીરજથી કામ લેવું.

દધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મેળવી શકાય, ભાગીદારીમાં સાચવવું તેમ જ જૂના રોકાણથી ફાયદો જણાય.

મકર (ખ.જ) શુભરંગ: દૂધિયો
દાંપત્યજીવનનું મધુર ફળ ચાખવા મળે, સમય-નાણાંનો વ્યય કરવો હિતાવહ નથી અને કાર્યક્ષેત્રમાં ધાર્યા કામ પાર પડતા જણાય.

કુંભ (ગ.શ.ષ.સ) શુભ રંગ: સોનેરી
પારિવારિક કલેશ ટાળવો, એકાએક આવી પડેલો આર્થિક પ્રશ્ન આપને બેચેન કરી શકે તેમ જ નવી યોજનાનું આયોજન સંભવ બને.

મીન (દ.ચ.ઝ.થ) શુભરંગ: લાલ
આવકમાં વધારો જણાય, વેપારમાં પ્રગતિનો અહેસાસ થતો જણાય અને અંગત સંબંધોમાં સામાન્ય કડવાશ અનુભવાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *