First Look Out: શરીર ઉપર માટી, પરસેવાથી રેપજેપ દોડતો જોવા મળ્યો કાર્તિક!

First Look Out: Karthik was seen running rapjeep with soil, sweat on his body!

કાર્તિક આર્યનની ધમાકેદાર અને મચઅવટેડેટ ફિલ્મ ‘ચંદૂ ચેમ્પિયન’ નું પ્રથમ પોસ્ટર રિલીઝ થઇ ગયું છે. આ પોસ્ટરમાં કાર્તિક આર્યનના શરીર પર માટી અને લંગોટમાં દોડતો જોવા મળી રહ્યો છે. કાર્તિઅક આર્યનનો લુક થોડી મિનિટોમાં જ વાયરલ થઇ ગયો અને બધા તેની પ્રશંસા કરી રહ્યા છે.

એક્ટરે પોતે આ ફિલ્મનું પોસ્ટર પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. કેપ્શનમાં લખ્યું, ચેમ્પિયન આવી રહ્યો છે. ચંદુ ચેમ્પિયનનું પહેલું પોસ્ટર શેર કરતાં ખૂબ જ ઉત્સાહિત અને ખૂબ જ ગર્વ અનુભવું છું. આ ફિલ્મ મારી કારકિર્દી માટે ખૂબ જ પડકારજનક અને ખાસ ફિલ્મ છે. ચંદુ ચેમ્પિયન 14મી જૂને આવી રહી છે.

આ ફિલ્મના પોસ્ટરના રિલીઝ થતાં જ ફેન્સ અને સેલેબ્સ સતત કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ્સ કરી રહ્યા છે. નિવૃત કૌર, ભૂમિ પેડનેકર બંનેએ કોમેન્ટ કરી અને એક્ટરના આ લુકની પ્રશંસા કરી છે. તો બીજી તરફ ફેન્સ પણ પ્રશંસાના ફૂલ બાંધી રહ્યા છે. ફિલ્મ પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા મુરલીકાંત પેટકર પર આધારિત છે. સાજિદ નડીયાદવાલા અને કબીર ખાન બંને દ્વારા પોડ્યૂસ ‘ચંદૂ ચેમ્પિયન’ 14 જૂન 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *