ધો.10નું 86.75% પરિણામ, સુરતીઓએ ધૂમ મચાવી, રાજ્યમાં સૌથી વધુ સુરત જિલ્લાના 4,870 વિદ્યાર્થી A1 ગ્રેડમાં

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 પરિણામ 2024 જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ 10નું પરિણામ 82.56 નોંધાયું છે, જે ગત વર્ષ 2023 ના પરિણામ 64.62 કરતા 17. કરતા વધુ છે. જેમાં સુરતનું પરિણામ 86.75% સૌથી વધુ નોંધાયું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.03 ટકાનો વધારો થયો છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ વર્ષે માર્ચ 2024 માં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,77,556 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થવામાં સફળ થયા છે.

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું છે. આ પરિણામ અત્યાર સુધીની પરીક્ષાનું સૌથી સારું પરિણામ છે એમ કહી શકાય. 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. જ્યારે  ભાવનગરના તડ કેન્દ્રનું સૌથી ઓછુ 41.13 ટકા પરિણામ આવ્યુ છે.  અમદાવાદ જિલ્લાના દાલોદ કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે. બાદ ભાવનગરના તલગાજરડા કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે.

સુરત જિલ્લાનું 86.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. સુરતમાં 4,870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A2માં 12,930, B-1માં 15,207 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. 9 મેના રોજ જાહેર થયેલા ધોરણ 12ના સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરત A1 ગ્રેડમાં 328 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 1,844 વિદ્યાર્થી રાજ્યમાં અગ્રેસર રહ્યા હતા. ફરી એકવાર સુરતીઓએ A1 ગ્રેડમાં બાજી મારી છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *