27 ઈમેલ, 10 બેંક એકાઉન્ટ… ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢીના ગુમ કેસમાં અનેક રહસ્યો ખુલ્યા

ટીવીના ફેમસ કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ એક્ટર ગુરૂચરણ સિંહ ઉર્ફે સોઢી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. તેઓ 20 દિવસથી ગુમ છે. દિલ્હીના પાલમ વિસ્તારથી તેઓ 22 એપ્રિલે મુંબઇ માટે નીકળ્યા હતા, પરંતુ ત્યાર બાદ ન તો તેઓ ઘરે પાછા આવ્યા અને ન તો મુંબઇ પહોંચ્યા. આ દરમિયાન તેમના ગુમ થયાના 20 દિવસ થઇ ગયા છે. જો કે દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમજ હવે આ કેસમાં અનેક રહ્સયો બહાર આવ્યા છે. તેમ છતાં તેમના ગુમ થયાનું કારણ હજી સુધી અકબંધ છે.

પોલીસે ઘરની આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે ગુરુચરણ સિંહ મુંબઈ જવાને બદલે પાલમ વિસ્તારમાં પગપાળા ફરતો હતો. જે બાદ પાલમ પોલીસ સ્ટેશને 26 એપ્રિલે અપહરણનો કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે તેના મોબાઈલ ફોન પરથી લોકેશન ચેક કર્યું હતું. 22 એપ્રિલે રાત્રે 9:22 કલાકે તેનો ફોન સ્વીચ ઓફ થયો હોવાનું બહાર આવ્યું હતું. તેણે બે ફોનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ એક તેણે ઘરે મૂકી દીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણના દસથી વધુ નાણાકીય બેંક ખાતાઓ મળી આવ્યા છે. એટલું જ નહીં તે 27 જીમેલ એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે તેની આર્થિક સ્થિતિ સારી ન હતી અને તેના પર ઘણું દેવું હતું. પોલીસને શંકા છે કે લોન ચૂકવવાના દબાણને કારણે તેણે ગાયબ થવાનું કાવતરું ઘડ્યું હતું. અથવા તેની સાથે કોઈ અકસ્માત થયો છે. પોલીસ દરેક એંગલથી આ મામલાની તપાસ કરી રહી છે.

અત્યાર સુધી પોલીસ ટીમ તેને મુંબઈ, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડમાં શોધી રહી છે. હાલ સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલની ટીમ અને જિલ્લાના સ્પેશિયલ સ્ટાફ તેને શોધવામાં વ્યસ્ત છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *