અખાત્રીજ પર ઓફરોનો વરસાદ! સોનાના દાગીનાનું બુકિંગ વધતા 15 દિવસમાં સુરતના જ્વેલર્સોએ 1 લાખ સોનાના દાગીના તૈયાર કર્યા

આજે દેશભરમાં અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. કોઈપણ શુભ કાર્ય માટે આ દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે તમામ કામ પૂર્ણ થઈ જાય છે. અક્ષય તૃતીયાના દિવસે લોકો સોનું-ચાંદી, નવી કાર, ઘર ખરીદવાનું પસંદ કરે છે.

સુરતમાં વહેલી સવારથી જ્વેલર્સના ત્યાં સોનું ખરીદવા ગ્રાહકો ની ભીડ જોવા મળી રહી છે. આજે અખાત્રીજ ના શુભ મુહૂર્ત ને લઈ ગ્રાહકો ની ભીડ જામી રહી છે. તેમજ શહેર ના જ્વેલર્સ અખાત્રીજે સોનાના દાગીનાનું બુકિંગ વધતાં 15 દિવસમાં સુરતના જ્વેલર્સોએ 1 લાખ સોનાના દાગીના તૈયાર કર્યા છે.

છેલ્લા ત્રણ મહિનામાં જ્વેલર્સે દાગીના બનાવીને ઘએ (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ)માં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. આ દિવસે લગ્નની ખરીદી વધુ થતી હોવાથી ઘણી દુકાનોમાં તો ગ્રાહકોના ભીડ થતાં અગાઉથી જ ટોકન પણ આપી દેવાય છે. છેલ્લા 3 મહિનામાં આખા રાદ્યમાં 21.67 લાખ નંગ દાગીના બન્યા છે. જ્યારે 14 દિવસમાં 4.22 લાખ નંગ બન્યા છે.

આજે અખાત્રીજનું શુભ મુહૂર્ત છે. આ શુભ મુહૂર્તને ધ્યાનમાં રાખીને શહેરના જ્વેલર્સે માત્ર 3 જ મહિનામાં 4 લાખ નંગ ઘરેણાં બનાવ્યાં છે, જેમાં છેલ્લા 15 દિવસમાં 1 લાખ નંગ સોનાના દાગીના બન્યા છે. જો કે એક વર્ષમાં સોનાના ભાવમાં 10થી 11 હજાર રૂપિયા વધી ગયા છે.આજે અખાત્રીજને લઈને સોનાનું વેચાણ મોટા પ્રમાણમાં થવાની ધારણાઓ છે.

ઘણા લોકો 14 કે 16 કેરેટના દાગીના પણ પસંદ કરે છે
મોટા ભાગે દાગીના ખરીદનાર ગ્રહકો 18થી 22 કેરેટની વચ્ચે સોનાના દાગીના પસંદ કરતા હતા, પરંતુ સોનાનો ભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે ઘણા ગ્રહકો હવે ઓછા વજનવાળા કે ઓછા કેરેટવાળા દાગીના પણ ખરીદી રહ્યા છે. ઘણા લોકો 14 કે 16 કેરેટવાળા સોનામાંથી પણ દાગીના બનાવવાનું પસંદ કરી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *