અનુપમના આ પાત્રએ છોડયો શો! કહ્યું, ‘મને નફરત કરવા બદલ આભાર’

This character of Anupam left the show! Said, 'Thanks for hating me'

અનુપમામાં તોશુની ભૂમિકા ભજવનાર આશિષ મેહરોત્રાએ લોકપ્રિય શો છોડી દીધો છે. ગુરુવારે, અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જાણકારી આપી. તેણે અનુપમાના સેટ પરથી ફોટોસ શેર કરી અને એક ઈમોશનલ નોટ લખી.

એક તસવીરમાં આશિષ તેની ઓન-સ્ક્રીન માતા રૂપાલી ગાંગુલી સાથે પોઝ આપતો જોવા મળ્યો હતો. બીજા એક ફોટોમાં તે અલ્પના બુચ સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો. નિધિ શાહ અને ગૌરવ ખન્ના, જે અનુક્રમે કિંજલ અને અનુજ કાપડિયાની ભૂમિકા ભજવે છે, તે પણ અન્ય ફોટામાં આશિષ સાથે પોઝ આપતા જોઈ શકાય છે.

તેની પોસ્ટના કેપ્શનમાં, આશિષે એક ઈમોશન નોટ લખી અને ‘તોશુ’ તરીકેની તેની 4 વર્ષની લાંબી સફર વિશે વાત કરી. “તે એક સુંદર સુંદર સફર હતી… અનુપમામાં તમારા “તોશુ” તરીકેની લગભગ 4 વર્ષની સુંદર સફર… વ્યક્તિ તરીકે હું જે છું તેના વિરુદ્ધનું પાત્ર… તેની સાથે જીવવું વધુ પડકારજનક અને મનોરંજક બનાવ્યું છે.. એક વિશાળ રોલર કોસ્ટર રાઈડ રહી છે.. પણ શું રાઈડ!!!” તેમણે લખ્યું હતું.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *