ટ્રક ચાલકની બેદરકારીથી એક સાથે 6 લોકોના મૌત! જાણો સંપૂર્ણ વિગત

6 people died simultaneously due to the negligence of the truck driver! Know complete details

રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના બૌનલી પોલીસ સ્ટેશન વિસ્તારના એક્સપ્રેસ હાય વે પર રવિવારે થયેલા ભયાનક રોડ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં મીની ટ્રક ચાલકની લાપરવાહી સાફપાને જોવા મળી રહી છે. જેમાં મીની ટ્રક ચાલકે પાછળથી આવતા વાહનોને જોયા વગર  અચાનક યુ-ટર્ન લેતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો.

એક સાથે 6 લોકોના મૌત

સવાઈ માધોપુર એક્સપ્રેસ વે પર થયેલા અકસ્માતનું કારણ એ હતું કે, મીની ટ્રકે ચાલકે પાછળ જોયા વગર અચાનક યુ-ટર્ન લીધો હતો, જેમા પાછળથી ઝડપે આવી રહેલી કાર મીની ટ્રક સાથે અથડાઈ હતી. રવિવારે થયેલા આ ભયાનક અકસ્માતમાં સીકર જિલ્લાના એક જ પરિવારના 6 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઈજાગસ્ત થયા હતા.

ટ્રક ચાલકની બેદરકારીથી અકસ્માત

CCTV ફૂટેજ જોયા પછી બૌંલી પોલીસે લાલસોટ પાસેથી ટ્રક કબજે કરી હતી, પરંતુ મીની ટ્રક ચાલક ભાગી ગયો હોવાથી હજુ પોલીસ શોધી રહી છે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે રવિવારે કારમાં મુસાફરી કરી રહેલા લોકો સીકરથી સવાઈ માધોપુરના રણથંભોરમાં આવેલ ત્રિનેત્ર ગણેશના દર્શન કરીને પરત આવી રહ્યા હતા, આ દરમિયાન એક્સપ્રેસ વે પર બનાસ પુલિયા નજીક મીની ટ્રક ચાલકની બેદરકારીને કારણે અકસ્માત ભોગ બન્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *