પેટ્રોલિંગ અને ગુનાઓ ઓછા કરવા માટે સુરત પોલીસને મળશે નવુ સાધન

To reduce patrols and crimes Surat police will get new equipment

સુરતમાં પોલીસ કમિશનરની ગેરહાજરીમાં ગુનેગારોની રેલમછેલ ચાલી રહી હતી. ત્યારબાદ નવા પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત ની નિમણુક બાદ સતત ગુનેગારો પર નજર રાખવામાં આવી રહી છે. તે માટે સુરત પોલીસ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી ગુનેગારોને સંદેશો આપી રહી છે.

આ તમામ પ્રયાસો વચ્ચે સુરત પોલીસ ને પેટ્રોલિંગ માટે નવું સાધન મળશે. હવે સુરત પોલીસ પર્યાવરણની સુરક્ષા સાથે પેટ્રોલિંગ કરશે. જો હા, પોલીસ કર્મચારીને પેટ્રોલિંગ માટે સેલ્ફ બેલેન્સિગ ઇલેક્ટ્રિક સ્કૂટર નો વિચાર કરવામાં આવી રહ્યો છે. જે માટે ખુદ સુરત પોલીસ કમિશનરે આ સેલ્ફ બેલેન્સિગ ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવીને નિરીક્ષણ કર્યું છે. તેમની સાથે ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ આ સેલ્ફ બેલેન્સિગ ઇલેક્ટ્રિક સ્કૂટરનું નિરીક્ષણ કર્યું હતું.

જો કે હાલ સુરત પોલીસ સતત જુદા જુદા વિસ્તારોમાં ગુનેગારોને ચેતવા દિવસ – રાત ફૂટ પેટ્રોલિંગ કરી રહી છે. જેમાં રાંદેર, લિંબાયત જેવા વિસ્તારોમાં પોલીસની ટીમ દ્વારા નિરંતર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે. તે સાથે પોલીસ કમિશનર દ્વારા અવારનવાર સરપ્રાઈઝ વિઝિટિંગ પણ કરવામાં આવી રહી છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *