T20 વર્લ્ડ કપ માટે ભારતની જર્સી થઈ લોન્ચ, વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ!!

t20-world-cup-mutt-bharat-jaras-to-lunch-with-successful-heart-on-viral

સોશિયલ મીડિયામાં T20 વર્લ્ડ કપ 2024ને લઈ ભારતીય ટીમની જર્સીનો લોન્ચિંગ વિડીયો વાઇરલ થઈ ગયો છે. જેની પર લોકોના નેગેટિવ રીએકશન વધુ આવી રહ્યા છે.

T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે. જેની પહેલી મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે રમાશે. આ વર્લ્ડ કપ માટે BCCIએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ભારતનું સ્ક્વોડ પણ જાહેર કરી દેવાયુ છે. જેમાં રોહિત શર્માને કેપ્ટન છે. આ બધાની વચ્ચે ઇન્ડિયા ટીમની જર્સીનો જર્સીનો ઓફિશિયલ લોન્ચીંગ વિડીયો સામે આવ્યો.

આવો છે જર્સીનો ફોટો

ભારતની જર્સીની બનાવટની વાત કરીયે તો તેની પર ઇન્ડિયન ફ્લેગની સ્ટ્રીપ લાગેલી છે. તેની બાયોં ઓરેન્જ કલરની છે. જર્સીનો કલર બ્લૂ છે. તેની પર ડ્રીમ ઇલેવન, BCCI અને પાછળ એડિડાસનો લોગો જોવા મળી રહ્યો છે. આગામી T20 વર્લ્ડ કપ 2024 માટેની ભારતની ઓફિશિયલ જર્સી છે.

લોકોની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયામાં જર્સી વાયરલ થતા લોકોની અનેક પ્રતિક્રિયા આવી છે. જેમાં મોટા ભાગના લોકોને જર્સી પસંદ નથી આવી. એક યુઝરે લખ્યુ કે “આ નેધરલેન્ડની જર્સી છેે.” અન્ય એક યુઝરે લખ્યુ કે “ખૂબ બકવાસ જર્સી છે આ” તો બીજા યુઝરોએ આ જર્સી ઓફિશિયલ નથી તેવો મુદ્દો પણ ઉઠાવ્યો છે. કેમ કે આ જર્સીમાં ડ્રીમ ઈલેવનનો લોગો વચ્ચોવચ દેખાઈ રહ્યો છે પરંતુ વર્લ્ડ કપમાં મેઈન સ્પોન્સરનો લોગો વચ્ચે નથી હોતો. આ સિવાય આ વર્લ્ડ કપમાં ડ્રીમ ઈલેવન નહીં પણ એડિડાસ મેઈન સ્પોન્સર છે. જેના પર ફેન્સના રીએકશન આવી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *