હિન્દુ નેતાઓને મારી નાખવાના કાવતરાના કેસમાં કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાનું કનેક્શન? મૌલાનાની ઓડિયો ક્લીપ થઇ વાયરલ

લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા ઉપર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે કનેક્શન રાખી હિન્દુ નેતાઓને મારી નાખવાના કાવતરાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામરેજના કઠોર ગામમાં રહેતા મૌલાનની ધરપકડ કરવામાં આવી છે.

જો કે ચૂંટણી સમયે આ મુદ્દાએ રાજકીય રંગ પકડ્યો છે. તેમજ ગૃહમંત્રીએ નિવેદન આપતાં કહ્યું હતું કે કોંગ્રેસે આ પ્રકારના તત્વોને પ્રકશમાં લાવવાનું બંધ કરવું જોઇએ. જો કે આ મામલે એક ઓડિયો ક્લીપ પણ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં બે વ્યક્તિની વાતચીતમાં કોંગ્રેસના નેતા અસલમનો ઉલ્લેખ કરાયો છે. જેમાં મૌલાનાના જામીનની મદદ માટે વાત કરાિ હોવાનું કહેવાયું છે. સાંભળો શું કહ્યં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ…

આ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે હું કોઇપણ પ્રકારની રાજનીતિ નથી કરવા માંગતો પરંતુ કોંગ્રેસે આ સમજવું જોઇએ કે રાજનીતિના ઘણા અવસર મળશે પરંતુ દેશની અને રાજ્યની સુરક્ષા સાથે આ પ્રકારની રમત ન કરવી જોઇએ. તેમજ આ બબાતે અસમલ સાઇકલવાળાએ ભાજપ પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે કોગ્રેસમાં ઘણા અસલમ છે, આ રમતગમત નહિ કરો, તપાસ કરાવો.

જો કે હાલ હિન્દુવાદી નેતાઓને નિશાન પર રાખનીર મૌલાના હજી પોલીસ રિમાન્ડ પર છે. તેવામાં આ ઓડિયો ક્લીપની તપાસ અને ખરાઇ થાય તો હકીકત શું છે એ બહાર આવી શકશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *