ભારતીયની સુનીતા વિલિયમ્સની ત્રીજી અંતરિક્ષ યાત્રા હાલ ટળી ગઈ છે. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે લોન્ચિંગની નવી તારીખ કઈ હશે. ખબર આવી રહી છે કે ટેક્નીકલ ખરાબીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે બોઈંગ સ્ટારલાઈનર દ્વારા અંતરિક્ષમાં જવાની તૈયારી કરી રહી હતી. ખાસ વાત એ છે કે આ મિશન સફળ થવું એલન મસ્કર માટે પણ ખાસ છે.
58 વર્ષની ઉંમરમાં વિલિયમ્સ મંગળવારે પાયલેટ તરીકે ત્રીજી વખત અંતરિક્ષની ઉડાન ભરવા માટે તૈયાર હતી. તે બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનથી ઉડાન ભરવા જઈ રહી હતી. જેને ફ્લોરિડામાં કેપ કેનવેરલના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી છોડવામાં આવવાનું હતું.
![](https://surties.com/wp-content/uploads/2024/05/sunita-williams-leads-starliner-s-first-iss-trip-1714996659628-600x338-1.jpg)
સ્ટારલાઈનર વિલિયમ્સ અને બુચ વિલમોરને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર લઈને જશે જે સંકટગ્રસ્ત બોઈંગ કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ અને ખૂબ જ પ્રતીક્ષિત સફળતા થઈ શકે છે. અંતરિક્ષ યાન સોમવારે સ્થાનીક સમયાનુસાર રાત્રે 10.34 વાગ્યે રવાના થવાનું હતું.
અંતરિક્ષ યાનના વિકાસમાં ઘણા અવરોધોના કારણે આ અભિયાનમાં ઘણા વર્ષોનું મોડુ થયું. જો આ સફળતા મળી જાય તો એલન મસ્કની સ્પેસએક્સની સાથે બીજી ખાનગી કંપની બની જશે જે ચાલક દળને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર સુધી લઈ જવા અને પરત લાવવામાં સક્ષમ હશે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પ્રશાસક બિલ નેલ્સને 22 માર્ચે એક એક પ્રેસકોન્ફરન્સમાં સ્ટારલાઈનરના આગામી અભિયાન વિશે કહ્યું હતું, “ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. અમે અંતરિક્ષ અન્વેષણના સ્વર્ણ યુગમાં છીએ.”
બે વખત કરી ચુક્યા છે અંતરીક્ષ યાત્રા સુનીતા વિલિયમ્સ
59 વર્ષની સુનીતા વિલિયમ્સ અત્યાર સુધી બે વખત અંતરિક્ષની યાત્રા કરી ચુકી છે. આ પહેલા તે 2006 અને 2012માં અંતરિક્ષ જઈ ચુકી છે. નાસા અનુસાર તેમણે અંતરિક્ષમાં કુલ 322 દિવસ પસાર કર્યા છે.