લોકસભા ચૂંટણી 2024: દક્ષિણ ગુજરાતમાં ચાર બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 52 ટકા મતદાન નોંધાયું

દક્ષિણ ગુજરાતની નવસારી, ભરૂચ, વલસાડ અને બારડોલી લોકસભા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. ચાર બેઠકો પર 3 વાગ્યા સુધીમાં સરેરાશ 52 ટકા મતદાન થઇ ગયું છે. જો કે સુરત બેઠક બિનહરીફ થયા બાદ ચાર બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. જેમાં નવસારી,ભરૂચ, વલસાડ અને બારડોલી લોકસભા પર મતદાન ચાલી રહ્યું છે. જેમાંથી સૌથી ઓછું નવસારી બેઠક પર 48.03 ટકા જ્યારે સૌથી વધુ વલસાડ બેઠક પર 58.05 ટકા મતદાન નોંધાયું છે. 

બપોરે 3 સુધીનું મતદાન

  • નવસારી લોકસભા પર 55.31 ટકા મતદાન
  • બારડોલી લોકસભા પર 61.01 ટકા મતદાન
  • વલસાડ બેઠક પર 68.12 ટકા મતદાન

નવસારી લોકસભામાં શાંતિપૂર્ણ રીતે મતદાન
નવસારી બેઠકમાં પોલીસ બંદોબસ્તની વચ્ચે ચુસ્ત રીતે મતદાન ચાલી રહ્યું છે. સુરત પોલીસ કમિશનરે મતદાન બુથની મુલાકાત લીધી હતી. અનુપમ સિંહ ગહેલોત દ્વારા બુથ વિઝિટ કરવામાં આવી હતી. તેમણે બુથની મુલાકાત લઈ બંદોબસ્ત નું નિરીક્ષણ કર્યું. તેમણે જણાવ્યું કે સમગ્ર જગ્યાએ શાંતિ પૂર્ણ મતદાન થાય તે મહત્વનું છે. વધુમાં કહ્યું કે સંવેદનશીલ વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે.

બારડોલી લોકસભા મત વિસ્તારમાં મતદાન
આજે મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા છે. આ સાથે દિવ્યાંગ લોકો પણ પોતાનો મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બૂથ પર કાપોદ્રા પોલીસ દિવ્યાંગ વ્યકતિના સહારે આવી હતી. પોલીસ દ્વારા દિવ્યાંગ લોકોને મતદાન મથક સુધી લઇ જવામાં આવ્યા હતા. દરેક બૂથ પર ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન કરવામાં આવી રહ્યું છે.

નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલ પણ પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ગત ઇલેક્શનમાં ભારતમાં બીજી સૌથી વધુ લીડ સાથે જીતવાનો રેકોર્ડ સી.આર.પાટીલના નામે હતો. આ વર્ષે પણ જંગી લીડથી જીતવાનો આશાવાદ છે. તેેમજ ગૃહમંત્રી હર્ષ સંઘવી મતદાન કરવા પહોંચ્યા હતા. માતા પિતા અને પત્ની સાથે વોટિંગ કર્યું હતું. વહેલી સવારે 7 વાગ્યે લોકો સાથે મતદાન કરીને લોકોને ખાસ સંદેશો આપ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *