ક્સિન થી આવે છે હાર્ટ-એ*ક ? જાણો તમને કેવી આડ અસર દેખાશે…

surties

શું કોરોનમાં કોવિશિલ્ડ વેક્સિન લેનાર વ્યક્તિઓને હાર્ટ એટકે આવે છે? આ સવાલ દરેક લોકો ને ડરાવે છે. સુરતીસ તમને દરેક સવાલોના જવાબ આપશે….

યુકે હાઈકોર્ટમાં કંપનીએ રજૂ કરેલા દસ્તાવેજોમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે કોવિડ-19ની વેક્સીન TTS જેવી દુર્લભ આડઅસરોનું કારણ બની શકે છે.

સુરતમાં 38 લાખથી વધુ નાગરિકોએ પહેલો ડોઝ અને 35 લાખ નાગરિકોએ બંને ડોઝ જ્યારે આઠ લાખ નાગરિકોએ બુસ્ટર ડોઝ પણ મુકાવ્યા છે. સુરતમાં 81.66 લાખ લોકોએ કોવિશિલ્ડની રસી મુકાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

સોમવારે 29 એપ્રિલના રોજ એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે તે કોવિડ-19 રસીમાં લોહી ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે. એટલે કે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે એવી સમસ્યા થઈ શકે છે. જો કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.

વિડીયો જોવા અહીં ક્લિક કરો

ભારતમાં, આ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી હતી. SII એ વેક્સિન બજારમાં આવે તે પહેલા જ AstraZeneca સાથે કરાર કર્યો હતો. જાણીતું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે. ભારતમાં, લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના છે.

ભારતમાં લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના ડોઝ લીધા છે. જો કે, કંપનીએ દાવો કર્યો છે કે આવી આડઅસરોના કેસોની સંખ્યા ઘણી ઓછી છે.

આ માહિતી દરેક લોકો સાથે જરૂરથી કરજો, વાત કોઈને ડરાવવાની નથી પણ આપણા અને આપણા પરિવતની સાવચેતીની જવાબદારી આપણી જ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *