અનુપમા ફેમ રુપાલી ગાંગુલીની પોલિટિક્સમાં એન્ટ્રી, ભાજપમાં થઇ સામેલ

જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ…કહી ટીવીની દુનિયામાંથી રાજનીતિમાં પ્રવેશ કર્યો

ફેમસ ટીવી શો ‘અનુપમા’ (Anupama) ની અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ હવે રાજનીતિમાં (Politics) એન્ટ્રી કરી છે. તે ભારતીય જનતા પાર્ટીમાં (BJP) જોડાઈ ગઈ છે. રૂપાલીએ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન દિલ્હીના મુખ્યાલયમાં બીજેપી પાર્ટીનું સભ્યપદ લીધું છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને રાષ્ટ્રીય મીડિયા વિભાગના પ્રભારી અનિલ બલુનીએ રૂપાલીને સભ્યપદ મેળવ્યું હતું. અભિનેત્રીએ આ પ્રસંગે કહ્યું- જ્યારે મેં વિકાસનો આ મહાયજ્ઞ જોયો ત્યારે મને લાગ્યું કે મારે પણ તેમાં ભાગ લેવો જોઈએ. મને તમારા આશીર્વાદ અને સમર્થનની જરૂર છે. હું જે પણ કરું તે યોગ્ય અને સારું હોવું જોઈએ.

રૂપાલી ગાંગુલી ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે. આ દિવસોમાં તે લોકપ્રિય સીરિયલ ‘અનુપમા’માં જોવા મળી રહી છે. આ શોની ટીઆરપી જબરદસ્ત છે. રૂપાલી આ શોમાં અનુપમાનું મુખ્ય પાત્ર ભજવે છે. ચાહકો તેને ખૂબ પસંદ કરે છે. અભિનયની દુનિયામાં પોતાનું નામ બનાવ્યા બાદ રૂપાલીએ રાજકારણના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.

પીએમ મોદીની ફેન છે એક્ટ્રેસ
રૂપાલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી ફેન છે. તેણીએ આ વિશે ઘણી વખત વાત પણ કરી છે. થોડા સમય પહેલા રૂપાલી પીએમ મોદીને પણ મળી હતી. રૂપાલીએ કહ્યું હતું કે, ‘મારા માટે મારા વડાપ્રધાન એક સ્ટાર છે, જેમણે દેશને એક નવી ઉંચાઈ પર પહોંચાડ્યો છે.

રૂપાલી ગાંગુલીનું કરિયર
રૂપાલી સોશિયલ મીડિયા પર પણ ઘણી પોપ્યુલર છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 2.9 મિલિયન એટલે કે 20 લાખથી વધુ ફોલોઅર્સ છે. અભિનેત્રીએ તેની કારકિર્દી 7 વર્ષની ઉંમરે શરૂ કરી હતી. તેણે તેના પિતાની ફિલ્મ ‘સાહેબ’માં પહેલો રોલ કર્યો હતો. પરંતુ રૂપાલીને 2003માં આવેલી સિરિયલ ‘સંજીવનીઃ અ મેડિકલ બૂન’થી ઓળખ મળી હતી. આ પછી અભિનેત્રીએ ‘બિગ બોસ’ની સીઝન 1 માં પણ ભાગ લીધો હતો. રૂપાલી ‘સારાભાઈ વર્સેસ સારાભાઈ’ જેવા હિટ શોનો પણ ભાગ રહી ચુકી છે. તેણે 2013માં સિરિયલ ‘પરવરિશ’ કર્યા બાદ 7 વર્ષનો બ્રેક લીધો હતો. આ પછી રૂપાલી ‘અનુપમા’ સાથે ટીવીની દુનિયામાં પાછી આવી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *