સુરત શહેરમાં વધતા ઉનાળાના મહિનાઓમાં

સુરત શહેરમાં વધતા ઉનાળાના મહિનાઓમાં, લોકો ઠંડુ થવા માટે વધુ આઈસ્ક્રીમનું સેવન કરે છે. પરંતુ, આ સિઝનમાં કેટલાક વિક્રેતાઓ નબળી ગુણવત્તાવાળા આઈસ્ક્રીમનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે રમત રમી રહ્યા છે. આ જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે આજે શહેરમાં 14 અલગ-અલગ જગ્યાએથી આઈસ્ક્રીમના સેમ્પલ લીધા છે .

ઉધના, વરાછા, નાનપુરા, ખટોદરા, રાંદેર, અડાજણ, સીમાડા વગેરે વિસ્તારોમાંથી એકત્ર કરાયેલા આ નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.

આરોગ્ય અધિકારી જગદીશ સાળુંકેએ જણાવ્યું હતું કે, “ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ લોકોનો ફેવરિટ બની જાય છે. તેથી જ, અમારી ટીમે આજે શહેરના વિવિધ સ્થળોએથી સેમ્પલ લીધા છે. રિપોર્ટ બાદ જો તેમાં ભેળસેળ કે અખાદ્ય પદાર્થ જોવા મળે છે. ભૂતકાળમાં પણ આઇસક્રીમમાં ફેટનું પ્રમાણ કાયદેસરની મર્યાદા કરતા વધુ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે .

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *