11 જૂન 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

11 May 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ,લ,ઈ)
આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા થોડી ધીરજ જરૂરી થઈ પડશે, કૌટુંબિક બાબત હલ થાય.

વૃષભ (બ,વ,ઉ)
લક્ષ-હેતુ કે કામની સામે નજર રાખી સૌના સહકાર મદદથી આગળ વધવાની તકો મેળવી શકો.

મિથુન (ક,છ,ઘ)
જતું કરવાની કે માફ કરવાની ભાવના રાખી તમે શાંતિ સંવાદિતા સર્જી શકશો, મહત્ત્વની તક સર્જાય.

કર્ક (ડ,હ)
આપની માનસિક પરિસ્થિતિને સ્થિર રાખવી જરૂરી છે. વિચારો બદલાતા જણાય, ઉતાવળા ઉંગ ન થવા સલાહ.

સિંહ (મ,ટ)
કોઈ પણ વાતને સ્વમાનનો પ્રશ્ન ન બનાવી તમે કાર્ય સફળતા વધુ જલદી મેળવી શકશો.

કન્યા (પ,ઠ,ણ)
પરિસ્થિતિ અને સંજોગોને અનુરૂપ ચાલ ચાલવાથી તમે ઈશ્વરીય ફળ મેળવી શકશો, સંવાદિતા સર્જી શકશો.

તુલા (ર,ત)
આપની માનસિક બેચેની દૂર થતી જણાય, સ્વજનોથી મદદ મિલન મળે, લાભના સંજોગો નિર્માણ થતાં લાગે.

વૃશ્ચિક (ન,ય)
તણાવ અશાંતિના સંજોગો દૂર થાય, કૌટુંબિક સામાજિક કાર્ય અંગે સાનુકૂળતા, પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો.

ધન (ભ,ધ,ઢ,ફ)
અંગત મૂંઝવણોમાંથી બહાર આવી શકશો, રાહત અનુભવાય, નાણાકીય સ્થિતિ તંગ જણાય, પ્રવાસ ફળે.

મકર (ખ,જ)
ચિંતા ચિત્તા સમાન એ કહેવત ન ભૂલશો, ગૃહજીવનમાં કે સામાજિક ક્ષેત્રે મન પરોવવાથી સુખદ અનુભવ.

કુંભ (ગ,સ,શ,ષ)
અગત્યના કામકાજ અંગે હજી વિલંબ જણાય, ખર્ચ વધતાં નાણાભીડ વર્તાય, તબિયતની ચિંતા રાખજો.

મીન (દ,ચ,ઝ,થ)
આપનું ધાર્યું ન થાય તો પણ પ્રયત્નો ન છોડશો, આગળ જતાં ફળે, ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *