એકલી કેમ નથી આવતી? પરિણીતાને એમ કહીને એક યુવાને છેડતી કરી પછી જે થયું જાણવા માટે અહીં ક્લિક કરો

રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતા તેના બે બાળકોને લઈને ગોરાટ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં જતી હતી, દરમિયાન ઈશ્કીટટ્ટુએ પરિણીતાને એકલી કેમ નથી આવતી એમ કહીને એક યુવાને પરિણીતાનો હાથ પકડયા પછી બાથ ભીડી લઈને છેડતી કરી હતી.

બનાવ અંગે પરિણીતાએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક આલમગીર અને અરબાઝ નામના યુવાનોની ધરપકડ કરી હતી. રાંદેર વિસ્તારમાં રહેતી પરિણીતા તેના બે બાળકોને લઈને વેકેશન હોવાથી ગોરાટ હનુમાન મંદિર પાસેના ગાર્ડનમાં ફરવા લઇ જતી હતી, એ દરમિયાન ગઈ કાલે સાંજે ગાર્ડનમાં આવતાં આલમગીર સમસુદ્દીન ખાન (રહે. રંગ અવધૂતનગર-૨, રામનગર, રાંદેર)એ પરિણીતાને કહ્યું કે તું એકલી કેમ આવતી નથી, સાથે બાળકોને લઈને કેમ આવે છે ? એમ કહીને તેણીનો હાથ અને બાથ ભીડી લઈને શરીરે હાથ ફેરવવા લાગતાં ગભરાયેલી પરિણીતાએ આલમગીરને હડસેલો મારીને દૂર ખસેડતાં એકાએક ઉશ્કેરાઈ જઈને બેફામ ગાળો આપીને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો.

તેમજ તેણીના બે બાળકો વચ્ચે પડતાં ગાલ ઉપર તમાચા માર્યા હતા. એ સમયે બનાવ અંગે જાણ થતાં પરિણીતાનો પતિ પણ દોડી આવ્યો હતો. આલમગીરે તેણીના પતિને પણ ધમકી આપી હતી કે આ સમયે તમે બચી ગયા છો, પરંતુ બીજીવાર હવે તમે બચી શકશો નહીં. હું કોણ છું એ તમે જાણતા નથી. આ બનાવ અંગે પોલીસ કંટ્રોલમાં કોલ કરતાં રાંદેર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવીને આલમગીર ખાન અને તેના પુત્ર અરબાઝની વિરુદ્ધમાં છેડતી મુજબની ફરિયાદ નોંધીને પીએસઆઈ બી.એસ. પરમારે બંનેની ધરપકડ કરી હતી.

Bollywood Wedding Season: બોલીવૂડના આ ફેમસ એક્ટરની દીકરી બનશે Iqbal પરિવારની વહુ!!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *